ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેર પોલીસે આથમણા ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર સાહિત્ય સહિત કુલ ₹32,400 રોકડા જપ્ત કર્યા ઝડપાયેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસે જુગાર રમતા નાગર જયેશકુમાર નરોત્તમભાઈ (રહે. ગંજીનો ઢાળ, દીપરા દરવાજા), રાવળ અનિલકુમાર અમરતભાઇ (રહે. કાળકા માતાનું પરૂ).
![]()
અને ઠાકોર રાજુજી પનાજી (રહે. ભાંડિયાપોળ) ને ઝડપી લીધા આ કાર્યવાહીમાં પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રકમ કબજે કરી. અન્ય એક કાર્યવાહીમાં, શહેર પોલીસે દેવર્ષિ સોસાયટી પાછળ આવેલા જુવારના ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 30 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ.
અને 33 બિયર ટીન જપ્ત કર્યા જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹9,855 આંકવામાં આવી આ દારૂ ઠાકોર નંદુજી ગણેશજી (રહે. ભાથીટેબા) દ્વારા સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું જે પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી.



