વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં સામૂહિક ‘પૂર્ણ વંદે માતરમ્’ ગાન સાથે રાષ્ટ્રભક્તિનો સંકલ્પ લેવાયો

September 25, 2026

ગરવી તાકાત ઃ 25-9-2026

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશવાસીઓમાં રાષ્ટ્રચેતનાનો સંચાર કરનાર અમર ગીત ‘વંદે માતરમ્’ની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વિસનગર સ્થિત નૂતન સર્વ વિદ્યાલય ખાતે એક ભવ્ય રાષ્ટ્રભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે એકત્રિત થઈને એકસૂરે સામૂહિક ‘પૂર્ણ વંદે માતરમ્’ ગાન કરીને સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.

 

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ્’ ગીતના ગૌરવશાળી ઇતિહાસ અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કર્યા હતા. આઝાદીની લડાઈ દરમિયાન આ ગીતે કઈ રીતે દેશના લાખો નાગરિકો અને ક્રાંતિકારીઓમાં સ્વતંત્રતાની જ્વાળા પ્રગટાવી હતી, તે અંગે વિસ્તૃત પ્રેરણાદાયી ભૂમિકા રજૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ શાળાના વિશાળ પરિસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર સ્ટાફે અત્યંત શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રભાવના સાથે ‘પૂર્ણ વંદે માતરમ્’નું ગાન કર્યું હતું. સમગ્ર પરિસર ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું અને વાતાવરણમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉત્સાહ છવાઈ ગયો હતો. સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ આચાર્ય રાજુભાઈ પટેલ અને સંચાલક મંડળના સફળ નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિતોએ સદાય દેશહિત અને રાષ્ટ્રસેવા માટે તત્પર રહેવાનો દૃઢ સંકલ્પ લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0