વિસનગર કડા ત્રણ રસ્તા પાસે ચોરીના એકટીવા સાથે ઉભેલા બે લબર મુછિયા યુવકો મહેસાણા એલસીબીના સકંજામાં 

May 5, 2024

કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સપ્તાહ અગાઉ એકટીવાની ચોરી કરી હતી 

મહેસાણા એલસીબીએ ચોરીનું એકટીવા કબજે કરી બંને શખ્સોને ઝડપી વાહનચોરીનો ગુનો ઉકેલ્યોં 

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગર શહેર કડા ચોકડી ખાતેથી ચોરીનું એકટીવા સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી પાડી એકટીવા ચોરીના વણ ઉકલ્યા ભેદને ઉકેલવામાં સફળતાં મેળવી હતી.

મહેસાણા જિલ્લામાં વાહન ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે જે વાહનચોરીના કેસોના વણઉકલ્યા ભેદને ઉકેલી વાહનચોરીના ગુન્હા ડિટેક્ટ કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલી સૂચના મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. કિરણજી, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, રવિકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી વિસનગર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન પીસી અજયસિંહ તથા રવિકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર શહેરના કડા ત્રણ રસ્તા નજીક સાહિલ ઇમ્તીયાઝ શેખ રહે. વિસનગર, વડનગરી દરવાજા, તથા શાહજહાન સિકંદરભાઇ કલાલ રહે. કડી કલાલવાસ મલ્હારપુરાવાળાનો નંબર પ્લેટ વિનાના એકટીવા સાથે ઉભા છે જે બાતમી મળતાં તુરંત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બતાવેલ જગ્યા પર પહોંચી બંને શખ્સોની પુછપરછ કરતાં આ એકટીવા ગત તા. 28-04-2024ના રોજ ચોરી થયેલ હતું. એલસીબીએ બંન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0