ગરવી તાકાતમહેસાણા : વડનગર પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક શખ્સને દબોચી લીધો અગાઉ પણ પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપ્યો સમગ્ર કેસમાં પોલીસે ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ સાથે એક શખ્સને ઝડપી વધુ તપાસ આદરી વડનગર પોલીસ મથકના પો.કો અલ્પેશ કુમાર થતા પો.કો ચતુરજી રાત્રે.
![]()
વડનગર તાલુકા પોલીસ હદમાં પેટ્રોલીંગ પર એ દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી કે, સુંઢિયા ગામે રહેતા રાજપૂત બાબુજી ચતુરજી ઉંમર 48 વર્ષનો વ્યક્તિ પોતાના ખેતરમાં આવેલ ઓરડીમાં પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું અને તુકકલ વેચાણ કરતો હોવાની જાણ પોલીસને થઈ.
![]()
બાતમી આધારે પોલીસે રાત્રે દરોડા પાડી ચાઈનીઝ દોરીના 720 નંગ રીલ કિંમત 1,44 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો તેમજ દોરી વેચનાર રાજપૂત બાબુજીને ઝડપી લેવામાં આવ્યો અને આ દોરી લાવનાર પટેલ હરેશભાઇને વોન્ટેડ જાહેર કરી પોલીસે બન્ને વિરુદ્ધ BNS કલમ 223,54 મુજબ ગુન્હો નોંધી તેણે ઝડપવા પોલીસે તજવીજ આદરી.


