વિપુલ ચૌધરીના આકરા પ્રહાર ધીજ અને વેણમાંથી બહાર આવો દૂધસાગર ડેરીને વૈજ્ઞાનિક ઢબથી ચલાવવાની છે : વિપુલ ચૌધરી

May 15, 2022

— મહેસાણા અર્બુદા ભવન ખાતે વિપુલ ભાઈ ચૌધરી ની ભારે સંખ્યામાં સહકાર સંમેલન સભા યોજાઈ જેમાં ભારે સંખ્યામાં પશુપાલકો જાેડાયા તેમજ કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ સભામાં જાેડાયા હતા :

ગરવી તાકાત મહેસાણા : વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને એક કિલો ફેટના ૭૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે જેની સામે રાજસ્થાનના દૂધ ઉત્પાદકો ને ૧ કિલો ફેટના ૮૧૦ રૂપિયા આપવામાં આવી રહ્યો છે. આજના દિવસ સુધી મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો કરતા રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને ૧૧૦ રૂપિયા ભાવ વધારે ચૂકવાઈ રહ્યો છે જેને ટકા ના રૂપ માં કહીએ તો ૧૫ પોઇન્ટ ૭૧ ટકા હાલના ચેરમેન અશોક ચૌધરી ભાવ વધારે ચૂકવી રહ્યા છે .

વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે મીડિયાના માધ્યમથી અશોકભાઇ ચૌધરીએ પૂછવું છે કે જાે તમે મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને રાજસ્થાન જેટલા ભાવ ચૂકવવાના હોય તો આપણી ડેરી નું વાર્ષિક ટર્નઓવર ૬ હજાર કરોડ છે તો ૧૫.૭૧ ટકા પ્રમાણે શું આપ ૯૪૨ કરોડ ભાવ ફેર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો ને ચૂકવવાના છો અને જાે તમો ૯૪૨ કરોડ ભાવ ફેર ચૂકવો તો જ મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોની અન્યાય કરેલ ના કહેવાય અશોકભાઈ જવાબ આપો? વિપુલ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે આજે મારે જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધની ખરીદી ના પત્રકો વિશે પણ સચોટ વાત કરવી છે મિત્રો આપણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન મોતીભાઈ જે પત્રકો બનાવી દૂધની ખરીદી કરતા હતા તેને અમારા વર્તમાન ચેરમેન અને બદલી અને આંકડાની માયાજાળમાં ફસાવી દૂધ ઉત્પાદકોને સેતરવાનો ધંધો કરી રહ્યા છે .

વધુમાં જણાવ્યું હતું કે દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ એ રાજીનામું આપેલ છે તો હું આજે મીડિયાના માધ્યમથી વર્તમાન ચેરમેન અશોક ચૌધરી ને આહવાન કરું છું કે ખેરાલુની ખાલી પડેલી બેઠક અને ઈતર મંડળી ની બેઠક આપે આજ સુધી ચૂંટણી કરીને પરિપૂર્ણ કરેલ નથી જેને ચૂંટણી જાહેર કરો અને નિયામક મંડળ નું આખું બોર્ડ પરિપૂર્ણ કરો ત્યારબાદ વાઇસ ચેરમેનની નિમણૂક કરો તમારો વહીવટ જાે ખૂબ સારો હોય તો શા માટે ચૂંટણી થી ડરો છો. આવુ વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું . આજની તારીખમાં ગુજરાતના પશુપાલકો સાથે ભાવ વધારાને લઇને અન્યાય થઇ રહ્યો છે આથી વર્તમાન ચેરમેન અશોક ચૌધરી તમે પશુપાલકો સાથે ન્યાય કરો અન્યાય નહીં .

— હું ગઈકાલે જે પાર્ટીમાં હતો એ જ પાર્ટીમાં આજે છું :  વિપુલ ચૌધરી

મહેસાણા અબુદાભવનમાં યોજાયેલા સહકાર સંમેલનમાં વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે,‘વિના સહકાર નહિ ઉદ્ધાર’ એ રીત અમે સહકારી સંસ્થાને બચાવવા મેદાનમાં આવ્યા છીએ. જે બાદ પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, ‘હું ગઈકાલે જે પક્ષમાં હતો આજે પણ તે જ પક્ષમાં છું’ આજના પ્રધાનમંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ મને ખેસ પહેરાવ્યો હતો એટલે હું ભાજપમાં છું એ બધાને ખબર છે. તેમ કહી તેમણે હરીફોની બોલતી બંધ કરવાનો નિર્ભય પૂર્વક પ્રયાસ કર્યો હોય તેવું જણાઈ આવતુ હતું.

— મહેસાણા દૂધસાગર ડેરીના વર્તમાન નિયામક મંડળના સભ્ય કમલેશ પટેલનો ઘટસ્ફોટ :

મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોની ૧ કિલો ફેટના ૭૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જેની સામે રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને ૭૮પ રૂપિયા આપવામાં આવી રહ્યા હોય જે વધારી છેલ્લા થોડા દિવસથી ૮૧૦ રૂપિયા કર્યો છે એટલે કે આજના દિવસ સુધી મહેસાણા જિલ્લાના દુધ ઉત્પાદકો કરતા રાજસ્થાનના દુધ ઉત્પાદકોને ૧૧૦ રૂપિયા ભાવ વધારે ચૂકવી રહ્યા છે જને ટકા ના રૂપમાં કહીએ તો ૧પ.૭૧ ટકા અમારાં ચેરમેન અશોકભાઈ ચૌધરી ભાવ વધારે ચૂકવી રહ્યા છે.

આજે મારે મીડીયાના માધ્યમથી અશોકભાઈ ચૌધરીને પૂછવું છેકે જાે તમે મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને રાજસ્થાન જેટલા ભાવ ચૂકવવાના હોય તો આપણી ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર ૬ હજાર કરોડ છે તો ૧પ.૭૧ ટકા પ્રમાણે શું આપ ૯૪ર કરોડ ભાવ ફેર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને ચૂકવવાના છો ? અને વજાે તમે ૯૪ર કરોડ ભાવ ફેર ચૂકવો તો જ મહેસાણા જિલ્લાના દુધ ઉત્પાદકોની અન્યાય કરેલ ના કહેવાય. અશોકભાઈ આપ જવાબ આપો કે આપ મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને રાજસ્થાન જેટલો ભાવ આપી ન્ય્ય આપવાના છો ? કે અન્યાયના માર્ગે ચાલવાના છો ?

આજે મારે જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધની ખરીદીના પત્રકો વિશે પણ સચોટ વાત કરવી છે મિત્રો આપણા મોરબ્બી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન મોતીભાએ જે પત્રકો બનાવી દૂધની ખરીદી કરતા હતા તેને અમારા વર્તમાન ચેરમેને બદલી અને આંકડાની માયાજાળમાં ફસાવી દૂધ ઉત્પાદકોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે જેની વિસ્તૃત જાણકારી આપને જાેઈતી હોય તો મને રૂબરૂ મળજાે તો આપને સમજાવીશ કે દૂધની ખરીદીમાં આપણને કયાં વિસંગતતા છે અને આપ દૂધ ઉત્પાદકો કયાં છેતરાઈ રહ્યા છો.

મિત્રો થોડા સમય પહેલા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈએ રાજીનામું આપેલ છે તો હું આજે મીડીયાના માધ્ય્મથી વર્તમાન ચેરમેન અશોકભાઈ ચૌધરીને આહ્‌્વાન કરૂ છું કે પહેલા ખેરાલુની ખાલી પડેલી બેઠક અને ઈતર મંડળીની બેઠક જે આપે આજ સુધી ચૂંટણી કરીને પરિપૂર્ણ કરેલ નથી જેની ચૂંટણી જાહેર કરો અને નિયામક મંડળનું આખું બોર્ડ પરિપૂર્ણ કરો ત્યાર બાદ જ વાઈસ ચેરમેનની નિમણુંક કરો. તમારૂ વહીવટ જાે ખૂબજ સારો હોય તો શા માટે ચૂંટણીથી ડરો છો ?

મિત્રો આજે માટે નિયામક મંડળના સભ્યોને કહેવું છેકે હું એક પાટીદાર તરીકે અને મારી છેલ્લી ત્રણ પેઢી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલી છે અને આજે પણ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું જેથી હુ પણ દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન બનવા માટેનો હકદાર છું તો હું ભાજપ પાર્ટીને વિનંતી કરૂ છું કે, મને મેન્ડેટ આપી કે નિયામક મંડળના સભ્યોની પસંદગીથી વાઈસ ચેરમેન બનાવો તો મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને સેવા કરી યોગ્ય પરવડે તેવા દૂધના ભાવ આપવા માટે કટીબદ્ધ રહીશ.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0