અમીરગઢના ગઢડા ગામમાં ટોળાનો હિંસક હુમલો, મકાનોમાં તોડફોડ કરી આગચંપીના વીડિયો વાયરલ

June 10, 2022

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠાના ગઢડા ગામે ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ટોળા દ્વારા મકાનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હોવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાનો વીડિયો સામે આવતા અમીરગઢ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગઢડા ગામમાં ટોળા દ્વારા હિંસક હુમલોની ઘટના સામે આવી છે. અમીરગઢના રબારીયા ગામની આદિવાસી યુવતીના આપઘાતના બદલાને લઇને ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજના લોકોના ટોળાએ મકાનોમાં તોડફોડ કરી આગચંપી કર્યાના વીડિયો પણ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે રબારીયા ગામે એક યુવતીએ ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને પગલે આજે ચડોતરું થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના રબારીયા ગામે એક યુવતીની ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો લટકતો મૃતદેહ જોઈ સ્થળ પર લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જો કે, બાદમાં લોકો દ્વારા જાણ કરાયા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અમીરગઢ પોલીસે યુવતીનો મૃતદેહ ઝડાપ પરથી ઉતારી પીએમ અર્થે ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી હતી. જો કે, યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે કે પછી આ એક હત્યા છે તે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0