સુઈગામના ગ્રામજનોએ ઘરવખરી,કેસડોલ સહાયમાં અન્યાય મુદ્દે ઉગ્ર રજૂઆત કરી…

September 24, 2025

-> 200 લોકોએ સુઈગામ પ્રાંત કલેક્ટર અને TDO ને લેખિત રજૂઆત કરી.દરેક લોકોને ન્યાય નહીં મળે તો ઊગ્ર આંદોલનની ચીમકી :

ગરવી તાકાત બનાસકાંઠા : સુઈગામ તાલુકામાં 22 ઇંચથી વધુ વરસાદના કારણે સર્જાયેલ પૂરની ભયાનક પરિસ્થિતિમાં તમામ લોકો પ્રભાવિત થયા હતા, વરસાદના વિરામના 15 દિવસ બાદ પણ હજુ તમામ ગામોના લોકોને કેસડોલ તેમજ ઘરવખરી સહાય ચૂકવાઇ નથી, જેને લઇ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, જેમાં તાલુકા મથક સુઈગામના ગ્રામજનોએ બુધવારે પુર પીડિતોને ન્યાય આપો ના નારા સાથે સુઈગામ પ્રાંત કચેરીએ ધસી આવ્યા હતા, ગામના 1600 ઉપરાંત લોકોના ડોક્યુમેન્ટ ઉઘરાવવામાં આવ્યા હોવા છતાં માત્ર 900 લોકોનો ઘરવખરીમાં સમાવેશ કરવામાં આવતાં લોકોને આક્રોશ રજૂઆત કરી હતી, ઉપરાંત કેટલાય લોકોના ઘેટાં, બકરાં, ઊંટ ગાય,ભેંસ સહિતના પશુઓ મૃત્યુ પામ્યા હોવા છતાં સાચા પશુપાલકોને પશુમૃત્યુ સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો ના હોવાના કારણે તંત્રની વહાલા દવલાની નીતિ સામે રોષ વ્યક્ત કરી, જેના પણ પશુઓ મૃત્યુ પામ્યા છે અને સર્વે ટીમ દ્વારા ફોટા લીધા હોવા છતાં તેમને પશુ મૃત્યુ સહાયમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા,આ અંગે એડવોકેટ એસ.એમ. મણવરે જણાવ્યું કે પૂરથી ગામમાં તમામ લોકો પ્રભાવિત થયા હતા,

આજે પણ લગભગ 200 જેટલા ઘરોમાં ઓછા વધતું પાણી ભરાયેલ છે, ગામમાં 5,10 ટકાને બાદ કરતાં નેવું ટકા લોકોના ઘરોમાં પૂરના પાણી ભરાવાના કારણે ઘરવખરીને મોટું નુકશાન થયું છે, છતાં અડધા ભાગના લોકોને જ ઘરવખરી સહાયમાં લીધા છે,ગરીબ પીડિત લોકો સાથે અન્યાય થયો છે,તાલુકાના પૂર પ્રભાવિત તમામ પરિવારોને તાત્કાલિક ઘર વખરી અને કેસડોલ્સ ચૂકવવામાં આવે,અને જ્યાં લિસ્ટ તૈયાર થયું છે,તેનું રિસર્વે કરી તમામ પુર પીડિતોને સહાય ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે,વળી જે પશુપાલકોના પશુઓ મૃત્યુ પામ્યા છે, અને એમને સહાયમાં લેવામાં આવ્યા નથી, તેવા પશુપાલકોને ગામના અગ્રણીઓના પંચનામા આધારે પશુમૃત્યુ સહાય આપવામાં આવે તેવી માંગ છે,જો લોકોની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ કરીશું,અને નામદાર હાઈકોર્ટ માં જાહેર હિતની રીટ પીટીશન પણ કરીશું,માજી ડેલીગેટ શંકરભાઈ પરમારે જણાવ્યું કે ગામમાં જે લોકો ઘર વખરી સહાય અને પશુમૃત્યુ સહાયથી વંચિત રહી ગયા છે, તે તમામ પુર પીડિતોનો સહાયમાં સમાવેશ કરવામાં. આવે તેવી અમો ગ્રામજનોની માંગ છે,

-> તાલુકાના તમામ ખેડૂતોના ધિરાણ માફ કરવા સેવા સહકારી મંત્રીઓઓ લેખિત રજૂઆત કરી :- સરહદી સુઈગામ તાલુકામાં 48 કલાકમાં 22 ઈંચથી વધુ અતિભારે વરસાદ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, જેને લઈ ખેતરોમાં વાવેતર કરેલ પાક બળી જતાં આખી સિઝન ફેલ થઈ ગઈ છે, ખેતરોમાં હજુ પણ બબ્બે ફૂટ ઉપર પાણી ભરાયેલ હોવાના કારણે આગામી શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકે તેમ નથી, જેને લઈ ખેડૂતોએ સેવા સહકારી મંડળીઓ અને અન્ય બેંકોમાંથી લીધેલ પાક ધિરાણ પરત ભરી શકે એવી હાલતમાં ના હોવાના કારણે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ સહિત તમામ લોન માફ કરવામાં આવે તે માટે સુઈગામ તાલુકાના તમામ 41 ગામોના સેવા સહકારી મંડળીના મંત્રીઓ અને ખેડૂતોએ સુઈગામ પ્રાંત કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરી છે, આ અંગે ખેડૂત અગ્રણી કરમણભાઈ પટેલે જણાવ્યું કે અતિવૃષ્ટિના કારણે ખેતી સંપૂર્ણ નાશ પામી છે, ખેતરોમાં ક્ષાર આવી જતાં ખેડૂતો પાયમાલ બની રહ્યા છે, જે તે બેંકોમાંથી લીધેલ લોન, કરજ ભરી શકે તેવી હાલત રહી નથી,જેથી સરકારશ્રી દ્વારા રહેમ દૃષ્ટિ રાખી ખેડૂતોના દેવાં માફ કરે અને એમના વતી જે તે બેંકોને સરકાર ભરપાઈ કરે તેવી માંગ કરી છે,

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0