સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે રાણી ચેકપોસ્ટ પરથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

November 21, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે રાણી ચેકપોસ્ટ પરથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી રૂ. 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ કાર્યવાહીમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ્યારે કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ.વી. જોશીએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી કે રાજસ્થાન તરફથી એક ઇનોવા કાર (રજી. નં. GJ.01.KP.8441)માં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાણી બોર્ડર થઈ પસાર થવાની આ બાતમીના આધારે પોલીસે રાણી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી.

વોચ દરમિયાન, રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ઇનોવા કારને રોકવામાં આવી તપાસ કરતાં કારની ડીકીના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 762 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 2,83,344 આંકવામાં આવી પોલીસે રૂ. 15,000ના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની ઇનોવા કાર મળી કુલ રૂ. 5,98,344નો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ વિદેશી દારૂ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી.

આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં નરેન્દ્રપુરી શંભુપુરી નારાયણપુરી ગોસ્વામી (ઉં.વ. 20, રહે. દેવરી, પોસ્ટ પુનાવલી, તા. બડી સાદડી, થાના નિકુંમ્ભ, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન), રાહુલ ભેરુલાલ ખારોલ (ચૌહાણ) (ઉં.વ. 25, રહે. ઘાસા, થાના ઘાસા, તા. માવલી, જિ. ઉદયપુર, રાજસ્થાન) અને ખુશીકુંવર કરણસિંહ ચૌહાણ (ઉં.વ. 30, રહે. 21 સમાજ કલ્યાણ હોસ્ટેલ, ખેમપુરા, ભોઈવાડા, ગોપીનગર, ગીર્વા, જિ. ઉદયપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય આ ઉપરાંત, દારૂનો મુદ્દામાલ ભરી આપનાર મયુર નામનો એક ઇસમ (રહે. ચિત્તોડગઢ, રાજસ્થાન) હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0