ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આતંકવાદ વિરોધી પ્રદર્શન યોજવામાં આવ્યું એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધો ધરાવતા કેટલાક લોકોની ધરપકડના વિરોધમાં VHP કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું આ ધરપકડ પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ATS દ્વારા કરવામાં આવી આ ઘટના બાદ VHPના કાર્યકરો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી આવેદનપત્રમાં VHPએ આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત ભાગળ સહિત આસપાસના વિસ્તારોમાં કાર્યરત મદ્રેસાઓની યોગ્ય તપાસ કરાવવા પણ માગ કરી સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.

જોકે આ અંગે જિલ્લા ઉપાઅધ્યક્ષ વિશ્વ હિન્દૂ પરિષદ પુરોહિત શામળભાઈ એ જણાવ્યું અમે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે મળીને, જે હમણાં આતંકવાદી આપણા પકડાયા જે આઠ આતંકવાદી પકડાવાના એ બાજુના ભાગળ ગામ આ લોકો ગામની અંદર ફેરિયા રૂપે કામ કરતા અને નાની વસ્તુઓ, નાની-મોટી વેચવા જતા અને ગામમાંથી ઇન્ફોર્મેશન મેળવતા હતા અને એ લોકો એમના ISI કે જે કોઈ એમને એજન્સી હશે એમને આ લોકો પહોંચાડતા એમાં પોલીસને ATSને પકડવામાં સફળતા મળી ATS ખૂબ સરસ રીતે કાર્ય કરી રહી અમારી માંગ એવી આના સાથે જોડાયેલા જેટલા-જેટલા મગજ હજુ ઘણા બધા, આ જો બે ગામમાંથી આટલા પકડાણા હોય તો આજુબાજુના ગામોમાં ઘણા બધા આતંકવાદીઓ આવા હશે.

તેવા આતંકવાદીઓને પકડીને જેલને હવાલે કરે. કડકમાં કડક સખતમાં સખત સજા થાય એમને અને એમની પ્રોપર્ટી જપ્ત થાય ગુજરાત સરકાર પણ એમાં એક્શન લે અને આવી પ્રોપર્ટીઓને નષ્ટ કરે અને આવા આતંકવાદીઓને ફાંસીની સજા મળે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી જોકે આ અમગે પ્રકાશજી ધારવા, વિશ્વ હિન્દુ પરિષદ અને પાલનપુર બાર એસોસિએશનનો મંત્રીએ કહ્યું તાજેતરમાં જે ATS દ્વારા જે સંદિગ્ધ લોકોની યાદી જાહેર કરવામાં આવીને એ લોકોને ધરપકડ કરવામાં આવી જાણવા મળતી માહિતી મુજબ તે રથયાત્રા, આવનાર અષાઢી બીજની રથયાત્રામાં એક આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવા માટે આ લોકો એકત્રિત થયા અને એમની અટકાયત કરવામાં આવી જેમાં દુઃખની વાત એ કે પાલનપુર જેવી શાંત સિટીના બાજુનું જ ગામ એટલે કે ભાગળ જગાણા ગામના ચાર લોકોના નામ અંદર આવ્યા એ ખૂબ દુઃખદ ઘટના.

આવા લોકોને દેશદ્રોહી જાહેર કરવા જોઈએ. આ લોકોની પ્રોપર્ટી સીલ કરવી જોઈએ, એ જે મદ્રેસામાં આ તાલીમ લીધી તે મદ્રેસા ધ્વસ્ત થવી જોઈએ અને આવા લોકો જે આ પ્રવૃત્તિઓ કરી રહ્યા એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. વધુમાં અમુક લોકો આવી પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈ ગામમાં ભાડુઆત તરીકે રહેતા હોય અને પોલીસ વેરિફિકેશન ના કરાવ્યું હોય તેવા, તેવા ભાડુઆતોની શોધ કરી એમની પોલીસ તપાસ કરવી જોઈએ અને જે લોકો ફેરી કરતા હોય, ફેરીના વ્યવસાયથી લોકોના સંપર્કમાં આવે અને ત્યાંની માહિતી આ લોકો આપે.
![]()
જેમ કે એસિડની ફેરી કે અન્ય નાની-નાની વસ્તુઓની ફેરી કરતા હોય, આવા લોકોની પણ તપાસ થવી જોઈએ અને આ લોકો શું કરવા માંગે એ વસ્તુ જાહેર થવી જોઈએ. અને જો એ લોકો ગતિવિધિ, દેશદ્રોહી ગતિવિધિ કરતા હોય તો એ લોકોને અટકાયત કરી એમને કડકમાં કડક સજા કરવી જોઈએ, શક્ય હોય તો ફાંસીની સજા પણ કરવી જોઈએ. આ દેશદ્રોહનો ગુનો ભારતની અસ્મિતાને આંચ પહોંચાડે અને પાલનપુરની અસ્મિતાને ખંડિત કરે એવા લોકો આ શહેર કે આ દેશમાં જોઈએ જ નહીં. આવા લોકોને હાંકલપટ્ટી કરવી જોઈએ અને ફાંસી આપવી જોઈએ, એવી રજૂઆત.


