ગરવી તાકાત મહેસાણા : જમીન પોતાના નામે કરવાનું કહીને વહુએ સાસુ સાથે તકરાર કરી પોતાના ભાઈ અને પિતાને બોલાવતા ઉશ્કેરાયેલા પિતાએ દીકરીની સાસુને ધોકો મારતાં ચાર ટાંકા આવ્યા હતા. વિજાપુર તાલુકાના ધનપુરા ગામે બનેલી ઘટનાને લઇ વિધવા માતાએ પોતાની વહુ વેવાઈ તેમના દીકરા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે. વિજાપુરના ધનપુરામાં કૈલાશબેન ગિરીશભાઈ પટેલના પતિ મરી ગયા હોય પોતાના દીકરા આને વહુ સાથે રહે છે દરમિયાન 19 ઓક્ટોબરના રોજ કૈલાસબેન ને પોતાના દીકરા રોનકની વહુ સ્મિતાબેને ઘર અને જમીન મારા નામ પર કરી દોનું કહેતા કૈલાસ બેને જ્યાં સુધી હું જીવું છું
ત્યાં સુધી આ ઘર કે જમીન કોઈની આપવાની નથી અને મારા મરી ગયા પછી આ તમારું જ છેનું કહેતા વહુ સ્મિતાબેને તેમની સાથે બોલાચાલી કરીને પોતાના પિયર ફોન કરતાં પિયરમાંથી સ્મિતાબેનના પિતા સુરેશભાઈ અને તેનો ભાઈ ટીનાભાઇ બંને આવી કેમ મારી દીકરી સ્મિતાને હેરાન કરો છો તમે તમારું ઘર અને જમીન કેમ મારી દીકરીના નામે કરતા નથી. તેમ કહી સુરેશભાઈએ લાકડાનો ધોકો કાનના ભાગે માર્યો હતો. ઘરે આવેલા દીકરા રોનકે 108 મારફતે પોતાની માતા કૈલાસબેનને પ્રથમ વિજાપુર અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં રિફર કર્યા હતા. જ્યાં તેમને કાનના પાછળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. કૈલાસ બેને આ અંગે ટીનાભાઇ સુરેશભાઈ ધારવા સુરેશભાઈ દેવીદાસ ધારવા અને પોતાની વહુ સ્મિતાબેન રોનકકુમાર પટેલ અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.


