વાહ રે કુદરત તારી કેવી ક્રુરતા અંકલેશ્વર મા માતાના મૃતદેહને પુત્ર એ લાકડાની ગાડી પર સ્માશન પહોંચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરથી એક પરપ્રાંતીય મુક બધીર યુવક પોતાની માતાના મૃતદેહને લઈ ગોલ્ડન બ્રિજ સ્મશાને પહોંચ્યો હતો. પોતાની મૃત માતાના મૃતદેહને લાકડાની એક હાથ લારીમાં રાખી મુકબધીર યુવક મુખ્યમાર્ગ ઉપરથી પસાર થયો હતો. જાેકે એકલા હાથે મૃતદેહ સાથે લારીને ખેંચી રહેલ યુવકને જાેઈ રાહદારીઓને પણ શંકા ઉપજવા પામી ન હતી. ત્યારે સાત કિલોમીટર દૂર સુધી પોતાની માતાના મૃતદેહને લારીમાં લઈ આવેલ યુવાન પર બોરભાથા ગામના ઉત્સાહી યુવકોની નજર પડી હતી અને કુતુહલવસ તેઓને મુકબધીર યુવકને પૂછપરછ કરવાની કોશિશ કરી હતી

જેમાંના એક યુવકને શંકા જતા લારીમાં શુ મૂક્યું છે તે જાેવા જતા જ એક મૃત મહિલાનો મૃતદેહ નજરે પડ્યો હતો. મુકબધીર યુવાન સાથે ઈશારાથી વાતો કર્યા બાદ તે યુવક પોતાની માતાને સ્મશાને મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીને આ વાતની જાણ થતાં તેઓ મૃતદેહ સાથે આવેલ યુવક પાસે પહોંચ્યા હતા. જાેકે ત્યારબાદ સ્થાનિક યુવકો અને સ્મશાન સંચાલક તે મૃતદેહની લારીને હાથે ખેંચી ગોલ્ડન બ્રિજ નીચે બનેલ સ્મશાને પહોંચ્યા હતા. ત્યારબાદ મૃતદેહનો મુકબધીર યુવકના હસ્તે વિધિસર અગ્નિસંસ્કાર કર્યો હતો

પોતે મુકબધીર હોય તેમજ અભણ હોય તે યુવક પોતાની અને પોતાની માતાના નામ પણ જણાવી શક્યો ન હતો. ત્યારે અંકલેશ્વરથી ભર પબ્લિક વચ્ચેથી પસાર થયેલ યુવક અને હાથે ખેંચી રહેલ લારી ઉપર કોઈની નજર ન ગઈ કે લોકોએ નજર અંદાજ કરી તે માનવતા માટે ઉભો થયેલ પ્રશ્ન છે. આજના આધુનીક અને સુખ સગવડ ભરેલા યુગમાં એક મુકબધીર યુવકે પોતાની માતાના મૃતદેહને એકલા હાથે ખેંચી સ્મશાન સુધી લઈ આવવા મજબૂર થવું પડતું હોય જે નજારો જાેયા બાદ લાગી રહ્યું છે કે આધુનિકતાની હરણફાળમાં માનવતાના ચીંથરા ફાટી રહ્યા છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.