વાવ-થરાદ SOG પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાંથી હેરોઈન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો…

February 28, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ SOG પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાંથી હેરોઈન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો બોર્ડર રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા ચલાવવામાં આવી રહેલી ‘ડ્રગ્સ ફ્રી વાવ-થરાદ’ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી ઝડપાયેલા ઈસમ પાસેથી ₹1,17,000ની કિંમતનું 5.850 ગ્રામ હેરોઈન મળી આવ્યું એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી કે થરાદ ટાઉન વિસ્તારમાં એક ઈસમ તેની મોટરસાયકલ પર ડ્રગ્સ હેરોઈન જેવો પદાર્થ વેચાણ કરવા આવવાનો.

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વોચ દરમિયાન જમડા ગામના મહેન્દ્રભાઈ રાજપૂત નામનો વ્યક્તિ તેની મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો પોલીસે મહેન્દ્રભાઈ રાજપૂતની તલાશી લેતા તેની પાસેથી 5.850 ગ્રામ હેરોઈન મળી આવ્યું જેની બજાર કિંમત આશરે ₹1,17,000 થાય હેરોઈન અને મોટરસાયકલ સહિત કુલ ₹1,82,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસની પૂછપરછમાં મીઠા-વીરાણાના મહેન્દ્રભાઈ ચૌધરી અને જમડાના હિતેશભાઈ રાજપૂત એમ અન્ય બે નામો પણ સામે આવ્યા.

Vav-Thrad Police Nab Heroin Worth ₹1.17 Lakh

આ ત્રણેય ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં, 2 ઓક્ટોબર, 2025 થી અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ કુલ 14 કેસ નોંધવામાં આવ્યા અને 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ તમામ કેસોમાં કુલ ₹1,36,11,872 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એસ.ઓ.જી. પીઆઈએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ કોઈપણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0