વાવ-થરાદ SOGએ લાખણીમાંથી એક નાળી બંદૂક સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા…

March 21, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ જિલ્લાના લાખણી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર બંદૂકથી ફાયરિંગ કરતો એક વીડિયો વાયરલ થયો આ વીડિયોના આધારે વાવ-થરાદ SOG પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીઓને એક નાળી બંદૂક સાથે ઝડપી પાડ્યા વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એક નાળી રાઈફલ વડે હવામાં ફાયરિંગ કરતો દેખાયો જ્યારે બીજો વ્યક્તિ ફાયરિંગ બાદ હથિયાર પોતાના હાથમાં લેતો નજરે પડ્યો આ ઘટના બર્થડે પાર્ટીની ઉજવણી દરમિયાન બની.

લાખણીના મોરાલ ગામે ધ્વજવંદન બાદ બે જૂથ વચ્ચે લાકડીઓ ઉછળી, સામસામે પોલીસ  ફરિયાદ નોંધાઈ | Banaskantha news group clash in moral village of lakhni Agathala  police lodge fir

આરોપીઓએ લોકોની સુરક્ષા જોખમમાં મુકાય તે રીતે બેદરકારીભર્યું વર્તન કર્યું વાવ-થરાદ જિલ્લા SOG શાખાનો પોલીસ સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો ત્યારે આ વીડિયો તેમના ધ્યાને આવ્યો પોલીસે ખાનગી રાહે તપાસ કરીને વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ માહિતીના આધારે, બંને આરોપીઓને લાખણી ખાતે જી.ઈ.બી. પાછળની સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,000ની કિંમતની એક નાળી બારાબોર બંદૂક જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પકડાયેલા આરોપીઓમાં અંશુમાનસિંહ ભૂપેન્દ્રસિંહ કરણસિંહ રાજપૂત (રાજસ્થાન) અને રાજકુમાર બલવીર ગુરુદયાલ શ્રીવાસ (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય હાલ બંને લાખણીમાં સરકારી અનાજ ગોડાઉનની બાજુમાં રહે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0