ગરવી તાકાત મહેસાણા : આલીદર ગામની માઘ્યમિક શાળામાં કલા ઉત્સવ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત હર ઘર
તિરંગા કાર્યક્રમનાં ભાગ રૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બે વિભાગમાં યોજાઇ હતી.
તિરંગા કાર્યક્રમનાં ભાગ રૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બે વિભાગમાં યોજાઇ હતી.તેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ ક્યુડીસી કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ સ્પર્ધાઓ યોજવા માટે શાળાનાં શિક્ષકો શ્રી દિલીપભાઇ મકવાણા સાહેબ, કુ. માયાબેન ચાંડેગરા અને શ્રી કાળુસિંહ ડોડીયા સાહેબે જહેમત ઉઠાવી હતી. તેમજ શાળાનાં આચાર્ય શ્રી એન. બી. મોરી સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


