વડનગર તલાટી કમ મંત્રી ઓ આકરા પાણીએ !.

August 3, 2022

— છેલ્લા ચાર વર્ષથી સરકાર રજૂઆતો ધ્યાને લેતી ન હોવાથી તલાટી મંત્રીઓ હવે આકરા પાણીએ :

— વડનગર તાલુકાના તલાટી કમ મંત્રી રાષ્ટ્રધ્વજનું સન્માન કરશે પણ અન્ય કાર્યનો આજથી બહિષ્કાર :

— વર્ષ 2018 થી લોલીપોપ આપતી સરકાર હવે આંદોલન વગર માનશે નહીં  :

— તલાટી કમ મંત્રીના વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આંદોલનનો માર્ગ :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018 માં રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરી તેઓને કન્નડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ રાજ્ય સરકાર છેલ્લા ચાર વર્ષથી તેઓની રજૂઆત નહીં સાંભળતા 2 ઓગસ્ટ થી મંડળના તમામ સભ્યોએ ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પંચાયત ઘરમાં તિરંગો લહેરાવવા સિવાય તમામ બાબતોનો બહિષ્કાર કરી આંદોલનનું રણશિગુ ફૂંક્યું છે.

રાજ્યમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને તેમના મળવાપાત્ર હકો સરકાર તરફથી આપવામાં નથી આવતા તેમજ અન્ય પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવતું નથી. જેને લઈને મંડળ દ્વારા વર્ષ 2018 માં સરકારમાં સતત રજૂઆતો કરવામાં આવી છે. જેબાદ વર્ષ 1 2021માં તલાટી કમ મંડળ દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું

પરંતુ સરકારે તલાટી કમ મંત્રીઓને તેમના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી બાહેધરી આપતા હડતાલ સમેટી લેવામાં આવી હતી. પરંતુ સરકારની એ વાત માત્ર લોલીપોપ સાબિત થઈ હતી. જે બાદ આજે વર્ષ 2022માં પણ સરકાર તરફથી કોઈ સુખદ અંત નહીં આવતા રાજ્યભરના તલાટી કમ મંત્રી ભરોસે ભરાયા છે અને હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મળેલી તલાટી કમ મંત્રી મહામંડળીની બેઠકમાં સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પંચાયત ઘર ઉપર રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવવામાં આવશે. પરંતુ તલાટી કમ મંત્રી પંચાયત સંબંધિત અન્ય કોઈ કામગીરી નહીં કરે અને પોતાના પ્રશ્નોનો નિવારણ ના આવે ત્યાં સુધી હડતાલ કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને આજે વડનગર તાલુકામાં પણ કોઈપણ પંચાયત ઘરમાં તલાટી કમ મંત્રી પોતાની ફરજ બજાવશે નહીં તેમજ હડતાલને સમર્થન આપશે. તેવું વડનગર તાલુકા તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ મહામંત્રી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0