ગરવી તાકાત મહેસાણા : ઊંઝામાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો આ ચોરી રણછોડપુરા ગામના ગ્રામ પંચાયતના બોર પરથી થઈ પોલીસને બાતમી મળી કે આ ગુનાનો ઇસમ ચોરીના મુદ્દામાલ સાથે ઊંઝા ટાઉનમાં વણાગલા ચોકડી પાસે ઊભો આ માહિતીના આધારે પોલીસ ટીમ વણાગલા ચોકડી પાસે પહોંચી ત્યાં એક ઇસમ મોટરસાયકલ અને એક થેલા સાથે ઊભો.

પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રાકેશકુમાર જયંતિભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક (ઉંમર ૨૨, રહે. ઊંઝા, રામપુરા) જણાવ્યું તેના થેલામાંથી કાળા અને સફેદ રંગના કેબલ (વાયર) મળી આવ્યા સઘન પૂછપરછમાં તેણે કબૂલ્યું કે રણછોડપુરા ગામે ગ્રામ પંચાયતના બોર પરથી આ કેબલની ચોરી કરી.
![]()
ચોરીમાં તેણે બજાજ પલ્સર મોટરસાયકલનો ઉપયોગ કર્યો પોલીસે રાકેશકુમાર દેવીપૂજકની તા.30-03-2026 ના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની પાસેથી 4 મીટર સફેદ કેબલ (કિંમત રૂ.4,000) અને 25 મીટર કાળા કેબલ (કિંમત રૂ.3750) મળી કુલ રૂ. 7750/- નો મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવર કરવામાં આવ્યો.


