ઊંઝા એપીએમસીમાં હિસાબો મુદ્દે હંગામો બે ડિરેકટરોનો વિરોધ

શેર કરવા અહીં ક્લિક કરો.

— બે ડિરેકટર અને વેપારી પ્રતિનિધીઓના વિરોધ વચ્ચે ઠરાવો મંજુર કરાયા :

ગરવી તાકાત મહેસાણા :  ઊંઝા એપીએમસીની આજે મળેલી બોર્ડ મિટીંગમાં હિસાબો સહિત અન્ય કાર્યવાહી બાબતે પ્રથમવાર બે ડિરેક્ટરોના વિરોધ બહાર આવ્યો છે. જો કે બહુમતીથી તમામ મુદ્દાઓ પસાર થવા છતાં મામલો ગરમી પકડી રહ્યો છે.

ઊંઝા એપીએમસીમાં છેલ્લા કેટલાક સમયથી સિક્યુરીટી બાબતે ગેરરીતિ થઈ હોવાની રજુઆત રાજ્ય સરકાર સુધી પહોંચી  છે. સાથે સાથે આજે મળેલી બોર્ડ મિટીંગમાં કેટલાક ખર્ચો તથા કેટલીક અન્ય બાબતોએ બે વેપારી પ્રતિતિનિધિઓએ વિરોધ દર્શાવ્યો હતો. મોટેભાગે તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થતા હોય છે. પરંતુ આજે બે ડિરેક્ટરોના વિરોધ સામે બહુમતીના જોરે તમામ મુદ્દાઓને લીલીઝંડી આપવામાં સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

ખાસ કરીને સિક્યુરીટી સહિત કેટલીક બાબતોએ થયેલા ખર્ચાઓ શંકાના દાયરામાં હોવાનું ચર્ચાસ્પદ થતાં મામલો વિવાદાસ્પદ બન્યો છે. જો કે, એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે કોઈ વિરોધ નહી થયો હોવાનું જણાવેલ છે. પરંતુ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા વેપારી પ્રતિનિધિ ચંદુભાઈ પટેલનો વિરોધ હોવાનું બહાર આવતાં મામલો તપાસનો વિષય બની રહ્યો છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.