— ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની પ્રચાર સભામાં નિવેદન :
ગરવી તાકાત મહેસાણા : આપ સૌ નીતિન પટેલ ને જેટલી બહુમતી થી મોકલેલા એનાથી વધુ બહુમતી થી મુકેશ પટેલને જીતાડજો આ વખતની ચુંટણી સામાન્ય ચુંટણી નથી 100 વર્ષ આઝાદી ના ઉજવવાના છીએ જેના ભાગ રૂપે 25 વર્ષ પૂરા થવાના છે તેની ઉજવણી કરવાની છે નીતિન પટેલ ગાયકવાડી અને અમે પણ ગાયકવાડી અમારે પાણીની કપાયણ તમારે પણ
પાણીની કપાયન આખા ભારત માં ભાજપ હારેલી ત્યાં મહેસાણા નો સિક્કો ઊભો રહેલો ત્યારનો કહું છું મહેસાણા એ ભાજપનો પગ મૂક્યો જેને કોઈ હલાવી શક્યું નથી 1995 પહેલા નું આપણું ગુજરાત અને પછીનું ગુજરાત માં કેવા ફેરફારો થયા વરસાદ ના અભાવના કારણે કચ્છ માંથી માલધારીઓ એ હિજરત કરવી પડતી એ દૃશ્ય બદલાઈ ગયું છે આજે ગુજરાતનું દૃશ્ય એક લીટી માં કહું તો ગુજરાત ની ખુશીનું કારણ નર્મદા છે
નર્મદા ના હોય તો ગુજરાત નો વિકાસ શક્ય નથી ચાર રાજ્યો ને આના વિકાસનો લાભ મળે છે આપણા કરતાં વધુ વીજળી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લઈ જાય છે નર્મદાના પાણી રાજસ્થાન પણ પહોચાડ્યા છે આપણાં રાજ્યને બદનામ કર્યું આ યોજના અટકાવી ને આવડી મોટી યોજના માટે વર્લ્ડ બેંક સહાય કરવાની હતી એના બદલે વર્લ્ડ બેંક ખસી ગઈ તેનું કારણ મેઘા પાટકર છે
કાઈ કામ ના હોય અને યાત્રા એ જાય એનો વાંધો નથી આપણેપણ મેઘા પાટકર સાથે ફોટા કેમ પડાવે છે ? રઘુરામ
શર્મા એ નિવેદન કર્યું કે મેઘા પાટકર અને ગુજરાત ની ચુંટણી ને શું શંબંધ ? જ્યારે ગુજરાત ના પાયાની જરૂરિયાત નર્મદા યોજના ને અટકાવી રાખનાર મેઘા ને લઈને યાત્રામાં ફરો છો અને કોંગ્રેસ કહે કે મત આપો તમે કહો તમારા શું સગા થાય છે મેઘા પાટકર એ ક્યો ને ગુજરાત ના વિકાસમાં હવન માં હાડકા નાખનાર મેઘા પાટકર ને ટેકો કરનાર કોંગ્રેસ ને હરાવો દિગ્વિજસિંહ પણ પ્રચારમાં આવ્યા છે નર્મદા ડેમને બંધ કરવાનો હુકમ આવ્યો અને નર્મદા સાગર ભરાવવા ની શરૂઆત થઈ ત્યારે દિગ્વિજય સિંહ એ દરવાજા બંધ નહિ કરવા રજૂઆત કરેલી જ્યારે નરેન્દ્ર મોદી નર્મદા ડેમની ઊંચાઈ વધારવા ની માંગ કરતા હતા ત્યારે તમે શું કરતા હતા કોંગ્રેસના નેતાઓ અને કોઈ કોંગ્રેસી એ માંગણી કરી હોય તો તે પોસ્ટ કાર્ડ છાપા માં છપાવી દો ગુજરાતની ધોરી નસ જેવી યોજના ને આટલા વરસ મજૂરી કેમ નહોતા આપતા આપ સૌના આશીર્વાદ ને કારણે મોદી ને કેન્દ્રમાં બેસાડ્યા અને 17માં દિવસે નર્મદા ની મંજૂરી મળી ગઈ ગુજરાત માંગણી કરે ભારત સરકાર ટેકો આપે એને ડબલ એન્જિન કહેવાય
— ખેડૂતો નો દેશ છે આ :
એ લોકો 18 ટકા વ્યાજ લેતા હતા અત્યારે 0 ટકા બેંક હાલ માં 7 ટકા વ્યાજ લે છે પણ ખેડૂત નિયમિત આર્થિક વ્યવહાર કરે તો હાલ 0 ટકા એ લોન મળે છે નરેન્દ્ર ભાઇ અહી હતા એટલે માં કાર્ડ આપ્યું, 108 આપી, 24 કલાક વીજળી આપી આની કોઈ અરજી નથી આવી છતાં આપ્યું માં અમૃતમ આપી બે લાખ ની સારવાર મળી શકે એવી એ સમયે યોજના બનાવી અત્યારે 5 લાખ ની સારવાર નો લાભ મળે છે બીજા બધા દેશના લોકો ભેગા કરો એનાથી વધુ આયુષ્યમાન કર્ડના ભારતમાં લાભાર્થી છે કોરોના સમયે ટચ એન્ડ ગો ચાલતું હતું, અડ્યો એ ગયો એવા સમયે બબ્બે રસી આપી ભારતે
વૈજ્ઞાનિકો ને પણ વિપક્ષે અભિનંદન પણ ના આપ્યા અને એવું બોલ્યા કે આતો ભાજપની રસી છે શુર રસી કમલમ માં
બની હતી આ રસી એક વ્યક્તિ તો બોલ્યો કે હું લગવિશ નહિ આ રસી અને ફોટો વાયરલ કરેલો એક વ્યક્તિ એ એવું કહેલું કે આ રસીથી નપુંસક થઈ જવાય એનું કોઈએ માન્યું હોત તો લાશો ના ઢગલા થઈ ગયા હોત મોદી સરકાર ને નિષ્ફળ બતાવવા માટે લોકો મરી જાય ત્યાં સુધી પ્રયત્નો કર્યા અને પછી લાઈનમાં આવીને રસી લગાડી હજુ ચિન ને રસી શોધવાનો ટપ્પો નથી પડ્યો આજની તારીખમાં ત્યાં લોક ડાઉન એ બેઠા છીએ બળદ ને ચડાવતા એ માસ્ક આપણે આવ્યું હતું પહેરવાનું આખી દુનિયા એ માન્યું કે કોરોના નું મેનેજમેન્ટ ભારતે કર્યું એવું કોઈ ના કરે પણ 7 – 8 એ ના માન્યું એને હું ચુંટણી પછી મળીને હમજાવી દઈશ નરેન્દ્ર મોદી સંસ્કૃતિ માં માનનારા છે આખી દુનિયાનું કલ્યાણ કરવા વાળા મોદી છે
અને બીજા દેશો ને રસી આપવાની પણ હા પાડેલી એર ઇન્ડિયા ના પાયલોટો એ 100 દેશોમાં રસી પહોચાડી હતી બાપ દીકરા ને પાણી ના પાય એવો કાળ હતો કોરોના કાળ આરોગ્ય કર્મીઓ ને મોદી એ પુષ્પ વર્ષા કરીને વધાવેલા છે એવા આ દેશની શાખ દુનિયામાં વધારી છે સર્જીકલ સ્ટ્રાઈક થઈ તો એના પણ પુરાવા માંગ્યા કોંગ્રેસ એઆ કાઈ ગરબા હતા તો આલ્બમ બનાવી ને આપીએ ? સર્જિકલ સ્ટ્રાઈક એને કહેવાય કે માર્યા બાદ એ દેશને જાણ કરવાની કે માર્યા છે એના પુરાવા માંગવા વાળા ને યાદ રાખી ને મતદાન કરો કોંગ્રેસ ફટાણા ગાય છે એનું માઠું નહિ લગાડવાનું
— આપણે પ્રસંગ પૂરો પાડવાનો છે :
આઝાદી ના 75 વર્ષ થયા તેને ભૂલવાડવાની પ્રયત્નો કર્યા InS વિક્રાંત જહાજ મોદી એ નૌકા દળમાં જોડ્યું આ જહાજ 20 હજાર કરોડનું છે ભારતની નૌકા સેના છે 1 લાખ કરોડ નું હથિયાર હિન્દુસ્તાન વસાવી શકે 100 એ 100 ટકા મેડ ઇન ઇન્ડિયા છે આ જહાજ
ઉત્તર ગુજરાત નો મર્દ નેતા હિન્દુસ્તાન ની ગાદી ઉપર છે શિવાજી મહારાજ ના ધ્વજ નું નિશાન નૌકા દળના ધ્વજમાં લાગ્યું એક પાર્ટી તો ગાળો બોલી ને મત માંગે છે મત માંગતી વખતે નરેન્દ્ર મોદીને ગાળો દો છો ? તમારી હેશિયત શું છે ? તમારા ગામમાં માવો કોઈ ઉધાર દેતું નથી ગાળો દેવાની તમારા કુળની પરંપરા છે


