તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 6 અરજદારોને 3.30 લાખથી વધુની રકમ પરત અપાવી

May 27, 2026

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા છ અરજદારોને કુલ રૂ.3.30 લાખથી વધુની રકમ પરત અપાવી ઉપરાંત રૂ.1.72 લાખની કિંમતના નવ મોબાઇલ પણ મૂળ માલિકોને પરત સોંપ્યા તાલુકાના દઢીયાળ ગામના રાજેશભાઈ ચૌધરીના ખાતામાંથી ઓટીપી વગર રૂ.90 હજાર ઉપડી જતાં તેમણે 1930 સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી.

Mehsana : Visnagar Pregnant woman murder Case મામલે મોટો ખુલાસો, પતિએ જ  બોથડ પર્દાથના ઘા ઝીંકી કરી હતી હત્યા

ફરિયાદ મળતાં જ પોલીસના ટેકનિકલ એક્સપર્ટે જે ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ તે તાત્કાલિક હોલ્ટ કરાવ્યું ત્યાર બાદ તેરા તુજકો અર્પણ પોર્ટલ મારફતે કોર્ટમાં અરજી કરતાં કોર્ટના આદેશ બાદ રકમ પરત મળી તે જ રીતે ઉમતાના દેવેન્દ્રભાઈ પટેલના ખાતામાંથી પણ રૂ.90 હજાર ઉપડી ગયા જે મામલે પોલીસે ટેકનિકલ તપાસ કરી રકમ પરત અપાવી.

જ્યારે વિસનગરના મહેશભાઈ ચૌધરીને કટલરીનો માલ મોકલવાના બહાને વિશ્વાસમાં લઈ ઓનલાઇન રૂ.35 હજાર ટ્રાન્સફર કરાવ્યા માલ ન મળતાં તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવનાર સુધી પહોંચી રકમ પરત અપાવી આ કામગીરીમાં પીઆઈ એમ.સી. પટેલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ ભરતજી, અવનીબેન પ્રકાશભાઈ તથા આઈટી એક્સપર્ટ અલકેશજી સહિતની ટીમ જોડાઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0