‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશ  અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

July 3, 2024

જિલ્લામાં પ્રદૂષણ નિવારણ તેમજ પર્યાવરણના હિતોનું રક્ષણ કરવાના મહત્વના ઉદ્દેશ્યથી ‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી

‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશને વેગવાન બનાવવા જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી

ગરવી તાકાત, મહેસાણા તા. 03- મહેસાણા જિલ્લામાં પ્રદૂષણ નિવારણ તેમજ પર્યાવરણના હિતોનું રક્ષણ કરવાના મહત્વના ઉદ્દેશ્યથી ‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશ  અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણ બચાવો અભિયાનમાં મહેસાણા જિલ્લો અગ્રેસર રહે તેવા ઉદ્દેશ્યથી જિલ્લામાં ‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. વધુમાં કલેકટરશ્રીએ જિલ્લામાં સરકારી પડતર જમીનમાં વૃક્ષારોપણ માટે જમીન શોધીને ત્યાં વૃક્ષોનું વધારે વાવેતર કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ ઉપરાંત ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં આવતી જમીનોમાં તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કમ્પાઉન્ડમાં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય તે માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ. સી. સાવલીયાએ જણાવ્યું હતું કે, ‘ગ્રીન મહેસાણા’ ઝુંબેશને વેગવાન બનાવવા જિલ્લા કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા વૃક્ષારોપણ માટે જગ્યાઓ શોધીને ગ્રામ્ય /તાલુકા /નગરપાલિકા/ પ્રાંત અને જિલ્લા કક્ષાએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

આ બેઠકમાં DFO યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી પડતર જમીન, ગ્રામ પંચાયત અને નગરપાલિકા હેઠળની જમીન આ ઉપરાંત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ માટેની દરખાસ્તો મોકલવામાં આવે તો જિલ્લામાં વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સંકલનની બેઠકમાં થયેલ ચર્ચામાં રાજ્ય સભાના સાંસદશ્રી દ્વારા મહેસાણા જિલ્લામાં વૃક્ષારોપણ માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રીન મહેસાણા ઝુંબેશ ધરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચાવડા, પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિરેન પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0