ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના ખારીયા પ્રાથમિક શાળામાં 70 માં સ્થાપના દિવસના આયોજન માટે મિટિંગ યોજાઈ હતી જેમાં શાળા ના સ્થાપના દિવસ ના 70 વર્ષ પૂર્ણ થઈ નવા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ખારિયા ગામે આશો સુદ નવરાત્રી ના પવિત્ર દિવસો માં સ્થાપના દિવસની ધામ ધુમ થી ઉજવણી કરવામાં આવશે શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ સહિત શિક્ષક સ્ટાફ દ્વારા શાળા પ્રત્યેની લાગણી દર્શાવવી વિકાસ કાર્યક્રમ માં સહભાગી થઈ વૃક્ષારોપણ કોમ્પ્યુટર લેબ વિજ્ઞાન પ્રયોગ વગેરેની કામગીરીમાં કાંકરેજ તાલુકામાં ખારિયા શાળા અવલ નંબરની શાળા તૈયાર થઈ રહી છે
સાથે સાથે શાળા માં બે માળની લાયબેરીનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે ખારીયા ગામનું ગૌરવ એવા કાંકરેજના ધારાસભ્ય હાલમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી નું ગામ લોકો તેમજ શાળા પરિવાર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગામના સરપંચ કનુભા વાઘેલા, ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર, પૂર્વ સરપંચ અંદરસંગ વાઘેલા, ભૂરર્સિંહ નાનુંભા, વાલસંગ હલાજી, અભેસંગ વાઘેલા, વિષ્ણુભા વાઘેલા, અજમલસંગ વાઘેલા, વાઘુભા વાઘેલા શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષક ગણ ગામના યુવાનો વડીલો હાજર રહ્યા હતા..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


