યુક્રેન – રશિયા યુદ્ધને 1 વર્ષ પૂરુ થયું,  જુઓ કોને કેટલું ગુમાવ્યું

February 24, 2023

યુુક્રેન નાટો અને પશ્ચિમી દેશોની મદદથી એક વર્ષથી રશિયાને કાંટાની ટક્કર આપી રહ્યું છે 

રશિયાના મિસાઇલ મારામાં યુક્રેનના અનેક શહેરો ખંડેરોમાં ફેરવાઇ ગયા છે 

 કિવ (યુક્રેન) તા. 24 – યુક્રેન- રશિયા યુદ્ધને આજે 24 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં ન તો યુક્રેન ઝૂકવા તૈયાર છે કે ન વ્હાલદીમીર પુતિન. યુક્રેન રશિયા યુદ્ધની અસર સમગ્ર દુનિયા પર પડી છે. આ યુદ્ધની વિભિષીકામાં વરવી વાસ્તવિકતા એ છે કે, ભલે યુક્રેન રશિયાને નાટો યુરોપિયન દેશોના સહારે ટક્કર આપી રહ્યું હોય પરંતુ યુક્રેનના અનેક શહેરો વિરાન ખંડેરોમાં પરિવર્તિત થઇ ગયા છે. જ્યાં જુઓ તો યુદ્ધની વિભીષીકા નજરે પડી રહી છે. જેના પરિણામ સ્વરુપ બંન્ને દેશોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની આ લડાઇમાં ર લાખથી વધુ સૈનિક રશિયાના માર્યા ગયા છે ઘાયલ છે અથવા ગાયબ છે. તો યુક્રેનના પણ 1 લાખથી વધુ સૈનિકો માર્યા ગયા છે ઘાયલ છે અથવા ગાયબ બંધી બની ગયા છે. કરોડોની સંખ્યામાં યુક્રેનિયન બીજા દેશોમાં ભાગવાની ફરજ પડી છે. 

રશીયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરી 2022ના આક્રમણ કર્યું હતું. આજે આ આક્રમણને એક વર્ષ પુરૂ થઈ ગયા પછી યુધ્ધનો અંત નથી આવ્યો.બલકે આશંકાથી વિપરીત યુક્રેન આજે પુરી હિંમતથી રશીયાને જવાબ આપી રહ્યું છે તો રશીયા પણ દારૂગોળાના હુમલામાં કોઈ કસર નથી છોડી રહ્યું. આ યુધ્ધમાં હજારો લોકોનાં જીવ ગયા છે. અબજો રૂપિયા બરબાદ થયા છે તેમ છતાં આ યુધ્ધનો અંત દેખાતો નથી. આ યુદ્ધ દરમ્યાન ઈયુ અને નાટો દેશો યુક્રેનને સતત મદદ કરતા રહ્યા છે. સંયુકત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુકતનાં અનુસાર 12 ફેબ્રુઆરી, 2023 સુધીમાં રશીયા-યુક્રેન જંગમાં 7,199 નાગરીકોના મોત થયા છે તેમાં 438 તો બાળકો હતા આ સિવાય 11756 લોકો ઘાયલ થયા છે. જોકે આયોગે જણાવ્યું હતું કે વાસ્તવિક સંખ્યા આથી પણ વધુ હોઈ શકે છે.

એક વર્ષમાં શું-શું ખોયુ?
► 2 લાખ રશીયન સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા
► 25 અબજ ડોલરથી વધુ મદદ અમેરિકા કરી ચૂકયુ
► 1 લાખ યુક્રેનના સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા.
► 1.4 કરોડ લોકોએ વિસ્થાપિત થવચ પડયુ
► 30 હજારથી વધુ નાગરિકોના મોત થયા.
► 8 લાખ કરોડ ડોલરનું યુક્રેનને નુકશાન
► 32 લાખ કરોડ ડોલરનું નુકશાન દુનિયાને થયુ
► 20 કરોડ લોકો ભૂખમરાના ખપ્પરમાં હોમાયા

યુક્રેનનાં જન્મથી અત્યાર સુધીનો ઘટનાક્રમ
► 1991:સોવિયેત સંઘના પતનના કેટલાંક સમય બાદ યુક્રેને મોસ્કોથી સ્વતંત્રતાની જાહેરાત કરી.
► 2004: રશીયાના સમર્થક યાનુકોવિચ રાષ્ટ્રપતિ ચહેર પણ વિરોધ બાદ પશ્ર્ચિમ સમર્થક વિકટર યુશચેંકો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
► 2005: યુશ ચેંકોએ યુક્રેનને,ક્રેમલીનથી દુર નાટો અને યુરોપીય સંઘ તરફ લઈ જવાના વાયદા સાથે સત્તા સંભાળી.
► 2008: નાટોએ યુક્રેન સાથે વાયદો કર્યો કે તે એક દિવસ ગઠબંધનમાં સામેલ થશે.
► 2013: યાનુકોવિથ સરકારે મોસ્કો સાથે સંબંધોને પુનર્જીવીત કરવાનો વિકલ્પ પસંદ કર્યો.
► 2014: તેના વિરોધમાં ખુન ખરાબા બાદ સંસદે યાનુકોવિચને હટાવવા માટે મતદાન કર્યું
► 2017: યુક્રેન અને યુરોપીય સંઘ વચ્ચે થયેલી સમજુતીએ મુકત વ્યાપાર માટે બજાર ખોલી.
► 2019: પોલોદમીર ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને યુક્રેનને નાટોમાં સામેલ કરવાની અપીલ કરી.
► 2021: વસંત ઋતુ આસપાસ રશીયાએ સીમાઓ પાસે સૈનિકોની સંખ્યા વધારવી શરૂ કરી.
► 2021: એક ટીવી સંબોધનમાં પુતિને જણાવ્યું હતું કે યુક્રેન રશીયન ઈતિહાસનું અભિન્ન અંગ છે.
► 2022: નાટો સેનાએ જહાજો અને લડાયક વિમાનો સાથે પૂર્વી યુરોપને મજબુત કર્યું.
► 24 ફેબ્રુઆરી 2022: પુતિને યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન અધિકૃત કર્યુ અને યુધ્ધ શરૂ થયું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0