— UGVCL ના અઘિકારીઓ ને જાણ થતાં તાત્કાલિક ધોરણે ધટના સ્થળે દોડી આવ્યાં :
ગરવી તાકાત મહેસાણા : કડીમાં છત્રાલ હાઇવે પાસે અચાનક ઈલેક્ટ્રોનિક DP માં આગ લાગતાં ત્યાં પંથકમાં દોડ ધામ મચી
ગઇ હતી. રાત્રી ના સમયે કોઈ કારણોસર અચાનક DP માંથી આગ ભભૂકી ઉઠી હતી.ત્યાં આજુ બાજુ ના રહેવાસીઓ નો જીવ તાળવે ચોંટી ગયો હતો.

કડી છત્રાલ હાઇવે ઉપર આવેલ ક્રિસ્ટલ પ્લાઝા ની સામે આવેલ ગણેશ એપાર્ટમેન્ટ ની બાજુમાં રાત્રિ દરમ્યાન અચાનક ત્યાં લગાવેલ ઇલક્ટ્રોનિક DP માં આગ લાગતાં સમગ્ર પંથકમાં માં અંધાર પટ છવાઈ ગયું હતું. ધટના જાણ થયાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. પરતું આગ થોડી જ વાર માં આપો આપ બુઝાઈ ગઈ હતી.
અને ત્યાં ના સ્થાનીક લોકોએ UGVCL ના અઘિકારીઓ ને જાણ કરતા ધટના સ્થળે તાત્કાલીક ધોરણે પહોંચી ગયા હતા.અને સેના કારણે આગ લાગી તેનું કારણ સોધવા માટે કામે લાગી ગયા હતા. જેના કારણે ત્યાં સમગ્ર પંથકમાં આજુ બાજુમાં અંધાર પટ છવાઈ ગયું હતું.અને આ ઘટના થી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી