સરસ્વતી તાલુકાના ઉદરા ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજનો આયોજન કરવામાં આવ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

— કિશોરી કુશળ બનો થીમ આધારિત કિશોરી તેમજ મહિલા જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવેલું :

ગરવી તાકાત સરસ્વતી પાટણ : કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત તેમજ માસિક ધર્મને લગતી તેમજ સેનેટરી પેડ નો ઉપયોગ. કિશોરી કારકિર્દી માર્ગદર્શન. વગેરે જેવી બાબતો ઉપર વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના બેન શ્રી હેમાબેન મજમુદાર દ્વારા વિસ્તૃત માહિતી કીશોરીઓને આપવામાં આવી હતી. તેમજ વન સ્ટોપ સેન્ટર માંથી હાજર ઉર્મિલાબેન સાધુ દ્વારા વન સ્ટોપ સેન્ટર યોજના વિશે કિશોરી તેમજ મહિલાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી

તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી માંથી નીલમબેન રાવળ દ્વારા મહિલા અને બાળ વિભાગમાં ચાલતી યોજનાઓની વહાલી દિકરી યોજના ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના તેમજ અન્ય મહિલા લક્ષી યોજનાઓની તેમજ કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી

તેમજ શાળાએ ન જતી કિશોરીઓના માતા પિતા સાથે વાતચીત કરી કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવા માટે સમજાવવામાં આવ્યા હતા

કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી લાડજીજી વણવીરજી ઠાકોર..તથા સામાજિક કાર્યકર ઠાકોર હિંમતસિહ નાગરજીતથા ગામના આગેવાનો આંગણવાડી કાર્યકર બહેનો મહિલા અને બાળ અધિકારીની કચેરી નો સ્ટાફ હાજર રહ્યા હતા

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.