ગરવી તાકાત મહેસાણા : ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર સામે લાલ આંખ કરવામાં આવી સતલાસણા તાલુકાના ભીમપુર ગામ નજીક આવેલા તારંગાના જંગલ વિસ્તારમાં શાહુડી નામના આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર કરનાર બે શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા મળતી માહિતી મુજબ ભીમપુર ગામના રહેવાસી ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી નામના બે શખ્સોએ તારંગાના જંગલમાંથી શાહુડીનો શિકાર કર્યો હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી.

આ માહિતીના આધારે ધરોઈ રેન્જ ફોરેસ્ટના અધિકારીઓએ ભીમપુર રેલવે ફાટક પાસે આવેલા તેમના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો તપાસ દરમિયાન શિકાર કરાયેલું પ્રાણી મળી આવતા વન વિભાગે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઝડપાયેલા બંને આરોપીઓને સતલાસણા સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં જ્યાં નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓના જામીન નામંજૂર કર્યા અને તેમને 14 દિવસ માટે વડનગર સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો.

આ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું કે, શાહુડી એ વાઇલ્ડ લાઈફ વન્ય પ્રાણી અધિનિયમ-1972 હેઠળ શિડ્યુલ-1માં આવતું આરક્ષિત પ્રાણી અંધશ્રદ્ધા કે મોજશોખ ખાતર આવા આરક્ષિત પ્રાણીઓનો શિકાર કરવો એ ગંભીર ગુનો બને તેને વધુમા કે, આ કાયદા અંતર્ગત ગુનાની ગંભીરતા મુજબ 3થી 7 વર્ષ સુધીની જેલની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ વન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વન્ય જીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


