માણસા તાલુકાના બે ઇસમોએ વિજાપુર પોલીસ સમક્ષ 15 કેબલચોરીની ઘટનાઓને અંજામ આપ્યાંની કબુલાત
માણસા પંથકમાં હાહાકાર મચાવનાર રીઢા કેબલચોરોને પકડવામાં અસમર્થ રહી પરંતુ વિજાપુર પોલીસના સકંજામાં સપડાયાં
ખેડૂતોની બોરની ઓરડીમાંથી રાત્રિ દરમિયાન બોરના કેબલ કાપી એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપતાં
ગરવી તાકાત, મહેસાણા તા. 22 – માણસા તાલુકામાં ખેડૂતોની ઉંઘ હરામ કરનાર કેબલ ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં પાવરઘા એવા રીઢા કેબલચોરીના બે આરોપીઓને વિજાપુર પોલીસે કેબલ ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પ્રિતેશ પ્રકાશ રાવલ અને બાબુભાઇ દંતાણી નામના પકડાયેલા બે રીઢા કેબલચોર ઇસમોએ માણસા પંથકના ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી હતી. 
માણસા તાલુકામાં એક પછી એક એમ અનેક કેબલ ચોરીની ઘટનાઓને અંજામ આપી માણસા તાલુકામાં હાહાકાર મચાવી મુક્યો હતો. જેમને માણસાની પોલીસ આટલા આટલા કેબલ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યોં હોવા છતાં આવા રીઢા આરોપીને પકડી પાડવામાં અસમર્થ રહી હતી ત્યારે આ કેબલ ચોર ઇસમો વિજાપુર પોલીસના સકંજામાં આવી જતાં તમામ કેબલચોરીની ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી ત્રણ ચાર માસમાં માણસા તાલુકામાં 15 જેટલી કેબલ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યોં હતો.
મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણે મિલકત સબંધી તથા સીમ ચોરી અટકાવવા આપેલા આદેશ મુજબ પીઆઇ વી.આર.ચાવડા નેતૃત્વમાં પીએસઆઇ જે.આઇ બોરીયા અ.પો.કો મહિપાલસિંહ અ.પો.કો ભાવિકકુમાર, એ.એસ.આઇ જયરાજસિંહ, અ.પો.કો વિવેકકુમાર. આ.પો.કો દિપકદસિંહ. અ.પો.કો બટુકદસિંહ, અંકિતકુમાર સહિતનો પોલીસ સ્ટાફના માણસો વિવિધ ટીમો બનાવીને વિજાપુર પંથકમાં પોલીસ પેટ્રલીંગમાં હતા તે દરમિયાન બે શકંમદ ઇસમો પ્રિતેશ પ્રકાશભાઇ રાવલ મૂળ હિંમતનગર હાલ રહે. પીડીપીયુ યુનિવર્સિટીની બાજુમાં ગાંધીનગરવાળો તથા બાબુભાઇ રાયચાદભાઇ જાતે વાઘેલા (દંતાણી) રહે. દશેલા, દંતાણીવાસ હિંમતનગરવાળા પાસે કોથળો હોય તેમાં તપાસ કરતાં તેમાંથી કેબલના ગુંચળા તેમજ કુંહાડી મળી આવી હતી. જેમની વધુ પુછપરછ કરતાં આ શખ્સો કેબલો ચોરીના ગુના આચરવામાં માહિર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અને મહેસાણા જિલ્લામાં અનેક સ્થળો પરથી કેબલ ચોરીના ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી.
વિજાપુર પોલીસના સકંજામાં ફસાયેલા રીઢા કેબલચોર ઇસમોએ કરેલી ચોરીની કબુલાત
( 1 ) આજથી આશરે એકાદ માસ અગાઉ માણસા સતીવડ પાસેના બોરની કેબલની ચોરી કરી હતી.
( 2) આજથી આશરે એક માસ અગાઉ માણસા તાલુકાના આજાેલ ગામની સીમમાંથી કેબલ ચોરી કરી હતી.
( 3 ) આજથી પંદર દિવસ અગાઉ માણસા તાલુકાના હિમંતપુરા લાકરોડાની સીમમાં આવેલી બોરની ઓરડીમાંથી કેબલ ચોરી કરી હતી
( 4 ) આજથી આશરે દસેક દિવસ અગાઉ માણસા તાલુકાના બદપુરા ગામથી વરસોડા જતાં રોડની બાજુમાં આવેલ બોર ઉપરથી કેબલ ચોરી કરી હતી.
( 5 ) આજથી પાંચ છ દિવસ અગાઉ માણસા ગામના પેટ્રોલપંપની પાછળ આવેલ ખેતરના બોરમાંથી કેબલ ચોરી કરી હતી.
( 6 ) આજથી આશરે દસ દિવસ અગાઉ માણસાથી ચરાડા જતાં રોડની બાજુમાં આવેલ ખેતરમાંથી કેબલ ચોરી કરી હતી
( 7 ) આજથી આઠેક દિવસ અગાઉ ચિલોડાના દશેલા ગામની સીમમાંથી કેબલ ચોરી કરી હતી
( 8 ) આજથી બે માસ અગાઉ વિજાપુર તાલુકાના ધનપુર વિજાપુર કેનાલની બાજુમાં બોર ઉપરથી કેબલ ચોરી કરી હતી
( 9 ) આજથી આશરે એકાદ માસ અગાઉ ધનપુરા તાલુકો વિજાપુર કેનાલની બાજુમાં આવેલી ઓરડીમાંથી કેબલની ચોરી કરી હતી.
( 10 ) આજથી આશરે છ માસ અગાઉ વિજાપુર કેનાલની બાજુમાં આવેલ બોર ઉપરથી કેબલ ચોરી કરી હતી
( 11 ) આજથી આશરે પાંચેક માસ અગાઉ વિજાપુ ગામે વિજાપુર કેનાલની બાજુમાં આવેલ બોર ઉપરથી કેબલ ચોરી કરી હતી
આ કેબલચોરી સિવાય પોતાના સાગરીતો સાથે મળીને અન્ય ચાર ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી
( 12 ) આશરે એકાદ માસ અગાઉ માણસા તાલુકાના લોદરા ગામમાંથી કેબલની ચોરી કરી હતી
( 13 ) માણસા તાલુકાના દેલવાડા ગામની સીમમાંથી બોર ઉપરથી કેબલની ચોરી કરી હતી
( 14 ) માણસા તાલુકાના ઇશ્વરપુરા ગામની સીમમાંથી બોરના કેબલની ચોરી કરી હતી
( 15 ) બે દિવસ અગાઉ વલાસણા રોડ ઉપર બોરની ઓરડીમાંથી કેબલની ચોરી કરી હતી


