ક્રાઇમ ઇન્વેસ્ટીગેશ બોર્ડ દિલ્હીની એનજીઓ બાળકોના વિકાસ ઘડતરમાં સહાયભૂત થવાની સુંદર કામગીરી
માણેકપુરની બે આંગણવાડીમાં ક્રાઇમ ઇન્વેસ્ટીગેશ બોર્ડ દિલ્હીની એનજીઓ દ્વારા બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું
ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ દિલ્હી NGOના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવતની આગેવાનીમાં યુનિફોર્મ વિતરણ કરાયાં
ગરવી તાકાત, તા. 16- ક્રાઇમ ઇન્વેસ્ટીગેશ બોર્ડ દિલ્હી એન.જી.ઓ દ્વારા સેવા પરમો ધર્મના સિદ્ધાંત પર કામગીરી કરી છે. જેમાં શાળાના બાળકોને ચોપડા વિતરણ, યુનિફોર્મ વિતરણ સહિતની અનેક સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ એનજીઓના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવતના નેતૃત્વમાં ગુજરાતમાં શાળાના ગરીબ બાળકોને યુનિફોર્મ વિતરણ, ચોપડા વિતરણ તેમજ શાળાના લગતાં તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ એનજીઓ દ્વારા બાળકોના વિકાસ ઘડતરની મહત્વની કામગીરી કરવામાં આવે છે.

તે અંતર્ગત ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન બોર્ડ દિલ્હી NGOના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવતના અધ્યક્ષ સ્થાને માણેકપુર ગામમાં આવેલી બે આંગણવાડીના તમામ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડીના તમામ 28 બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયાં હતા.

ક્રાઇમ ઇન્વેસ્ટીગેશ બોર્ડ દિલ્હી એન.જી.ઓ દ્વારા યોજાયેલા યુનિફોમ વિતરણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ કુમાવત, ગણદેવી તાલુકા અધ્યક્ષ નીલ પટેલ અને માણેકપુર ગામના સરપંચ શ્રીમતી હેતલબેન હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુકેશ કુમાવતે જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મની ભાવના સાથે એનજીઓની કામગીરી હોય છે જેમાં આજે માણેકપુર ગામમાં બાળકોને યુનિફોર્મ વિતરણ કરાતાં આનંદની લાગણીનો અનુભવ થાય છે.


