જગુદણ હાઈવે પાસેથી નકલી નંબર પ્લેટવાળી કાર સાથે 2 આરોપી ઝડપાયા

December 9, 2020

મહેસાણાના જગુદણ ચોકડી પાસેથી તાલુકા પોલીસે એક બોગસ નંબર પ્લેટ વાળી સ્વીફ્ટ કારને ફરતી ઝડપી હતી. નકલી નંબર પ્લેટવાળી કાર લઈને ફરતા ત્રણ આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી 2 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – ભાસરીયા રોડ ઉપરથી વિદેશી દારૂનો 18.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો: લાંઘણજ પોલીસ

મહેસાણા તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નકલી નંબર પ્લેટ વાળી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર અમદાવાદથી પાલનપુર તરફ પસાર થવાની છે. જે આધારે પોલીસે વોચ ગોઠવી જગુદણ ચોકડી પાસેથી સ્વીફ્ટ કાર(નંબર GJ-02-BP-1192) પસાર થતા તેને અટકાવી ડોક્યુમેન્ટ માંગતા કાર ચાલક તથા અન્ય એક કારમાં સવાર ઈસમે સંતોષકારક જવાબ નહી આપતા બન્ને આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે, GJ-02-BP-1192 નંબર વાળી કાર હાલ જલારામ ભલારામ રામજી ના નામે છે. જેથી નકલી નંબર પ્લેટ લગાવીને ફરનાર રમેશ રબારી,રબારી મેરાજભાઈની પોલીસે અટકાયત કરી ત્રીજા એક શખ્સ ચૌધરી નરેશ સહીત ત્રણ વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ મુજબ ફરીયાદ દાખલ કરી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0