લાંગણજ પોલીસે કુલ 18.18 લાખ રૂપીયાનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. લાંઘણજ પોલીસને ચોક્કસ બાતમી મળેલી હતી કે અહિથી અમદાવાદ તરફ વિદેશી દારૂનુ વાહન પસાર થવાનુ છે. જેથી લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી ઉપર વોચ ગોઠવી ટ્રકની તપાસ કરતા એમાની વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસને ટ્રકમાંથી કુલ 13.09 લાખનો દારૂ હાથમાં આવ્યો હતો. જેથી પોલીસે દારૂ સહીત મુદ્દામાલ ઝપ્ત કરી એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યના દરેક પોલીસ સ્ટેશને જીલ્લામાં પ્રોહીબીશન પ્રવુતી આચરતા ઈસમો ઉપર રેઈડ કરી અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના મળેલ છે.જેના આધારે લાઘણજ પોલીસના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળેલી કે ભાસરીયા ચોકડી ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક(GJ-23-V-7900) અમદાવાદ તરફ જવા નીકળવાની છે. જે બાતમી આધારે ભાસરીયા ચોકડી ઉપર લાંઘણજ પોલીસ સ્ટેશના કર્મીઓએ વોચ ગોઠવી હતી. આ દરમ્યાન GJ-23-V-7900 નંબર ની ટ્રક પસાર થતા તેને રોકી તપાસ કરી તો એમાથી સાચે જ વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. જેથી પોલીસે ટ્રકમાં ભરેલી દારૂની બોટલો નંગ 3360 જેની કીમંત 1309680/- મળી કુલ મુદ્દામાલ 18,18,220/- ઝપ્ત કરી લુહાર ફતેહલાલ માંગીલાલ,રહે ઉમરવાસ,જી.રાજસમદ,રાજેસ્થાન વાળાને ઝડપી પાડી તેની વિરૂધ્ધ 65ઈ,98(2),81,116બી મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ સીવાય અન્ય બે વોન્ટેડ આરોપી શંભુ ડાંગી તથા ભવરસીંહને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.