મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કંસારાકુઇ બસ સ્ટેન્ડ પાસેથી ફરાર આરોપીને ઝડપી લીધો
વલસાડના પારડી પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપ્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 25 – વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસને ચકમો આપી નાસતા ફરતાં આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે કંસારાકુઇ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. 
મહેસાણા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વિવિધ ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઇ એ.એન.દેસાઇ, હે.કો, દિનેશજી, કાનજીભાઇ, રવિકુમાર, કાન્તીલાલ સહિત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વિવિધ ટીમો બનાવીને પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રવિકુમાર તથા કાનજીભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની એક્ટ ૬૫-એ,ઇ, ૮૯ (૨), ૧૧૬(બી) મુજબના ગુનાો ફરાર આરોપી કાર્તિકસિંહ પ્રવિણસિંહ રહે. પિલુદરા નવીન ગામઠણ, તાજી.મહેસાણાવાળો હાલ કંસારાકુઇ બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ કંસારાકુઇ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા કાર્તિકસિંહને દબોચી લઇ પારડી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
જ્યારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, નરેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ, મુકેશકુમાર, જાેરાજી, કાન્તીભાઇ સહિતની બીજી ટીમ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નરેન્દ્રસિંહ તથા રશ્મેન્દ્રસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતાં આરોપી ઝાલા અજીતસિંહ ભીખુભા રહે. કટોસણ તા. જાેટાણાવાળો હાલ ગોવિંદવાડી ચોકડી ખાતે ઉભો હોવાની માહિતી મળતાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝાલા અજીતસિંહને ઝડપી સાંથલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


