ગાંધી જયંતીના રોજ ફરિવાર Trend થયુ #नाथूराम_गोडसे_जिंदाबाद – આ લોકોને કોણ સાચવી રહ્યુ છે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

2 ઓક્ટોમ્બરને ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા 7 વર્ષોથી લગભગ દરવર્ષે ગાંધી જયંતીના રોજ નાથુરામ ગોડશે જીંદાબાદ ટ્રેન્ડ થતો જોવા મળે છે. આ પ્રકારનો ટ્રેન્ડ કરવાવાળા પર આરોપ લાગે છે કે, આ લોકોને સત્તાનો સપોર્ટ મળી રહેતો હોવાથી તેઓ ભારતના મહાપુરૂષોની જન્મ જયંતીના રોજ આવા ટ્રેન઼્ડ કરવાની હીમ્મત ભેગી કરી શકે છે. અને તેમની પર કોઈ કાર્યવાહી પણ થતી નથી. #नाथूराम_गोडसे_जिंदाबाद ટ્રેન્ડ કરવા વાળા એકાઉન્ટ્સ મોટે ભાગે દક્ષીણપંથી તથા ભાજપ સમર્પીત હોવાનુ જાણવા મળ્યુ છે.

તમને જણાવી દઈયે કે, આ પ્રકારના નેટીઝન માત્ર ગાંધી જયંતીની ઉજવણી પર પલીતો નથી લગાવતા પરંતુ તેઓ નેહરૂ તથા આંબેડકર જયંતીના રોજ પર આ પ્રકારના ટ્રેન્ડ કરતા જોવા મળી રહે છે. નેહરૂ જયંતી એટલે કે બાળ દિવસના રોજ તેઓ ઠરકી દિવસ તરીકે ટ્રેન્ડ કરાવે છે તથા આંબેડકર જયંતીના રોજ મુર્ખ દિવસ ટ્રેન્ડ કરાવતા જોવા મળી છે. આ લોકોનો માનશીકતાને સામાન્ય લોકો સહીત નેતાઓએ પણ વખોડી રહ્યા છે.

આ પણ વાંચો – #જવાહરલાલ નેહરૂ : બાળ દિવસને ઠરકી દિવસ તરીકે ઉજવનારા લોકો કોણ?

ટ્રેન્ડ સાથે થઈ રહેલ કેટલીક તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, ભારતને રાજકીય આઝાદી મળ્યા બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ નથ્થુરામ ગોડશેએ ગાંધીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. જેલમાં તેને “મેને ગાંધી કો ક્યુ મારા” નામથી પુસ્તક લખ્યુ હતુ. જેમાં તેને લખ્યુ હતુ કે, મુસ્લીમોના પક્ષમાં ગાંધીએ છેલ્લી વાર ઉપવાસ કરવાનુ શરૂ કર્યુ ત્યારે મને લાગ્યુ કે, હવે ગાંધીના અસ્તિત્વને ખતમ કરવુ જ જોઈયે. ગાંધીની હત્યા બાદ RSS પર આરોપ લાગ્યો હતો. પરંતુ RSS વાળા દલિલ કરી રહ્યા હતા કે, નથ્થુરામ ગોડશેએ ક્યારનુય સંગઠન છોડી દીધુ હતુ. પરંતુ સરદાર પટેલે તુરંત RSS પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેને 11-07-1949માં કેટલીક શરતો સાથે હટાવવામાં આવ્યો હતો. આ શરતોમાં ત્રીંરગા તથા બંધારણનુ સન્માન કરવુ સામેલ હતુ.

 

#नाथूराम_गोडसे_जिंदाबाद ટ્રેન્ડ પર બપોર સુધી 1.50 લાખ કરતા વધારે ટ્વીટ થઈ ચુક્યા છે. આ પ્રકારનુ ટ્રેન્ડનો વિરોધ પણ થઈ રહ્યો છે. જેમાં સામાન્ય લોકોથી લઈ નેતા પણ વિરોધ કરી રહ્યા છે. જેમાં ભાજપના જ નેતા વરૂણ ગાંધીએ ટ્વીટ કરી આ હરકતને વખોડી હતી. તેમને લખ્યુ હતુ કે, ભારત હંમેશાથી આધ્યાત્મિક મહાશક્તિ રહ્યુ છે. તે મહાત્મા ગાંધીજી જ હતા જેમને આપણા દેશના આધ્યાત્મને એક નવી ઓળખાણ અપાવી અને આપણને તેને સંભાળવા માટેનો નૈતીક અધિકાર આપ્યો. આજની તારીખે પણ તે આપણી સૌથી મોટી તાકાત છે. એવામાં લોકો આજના દિવસને ગોડશે જીંદાબાદ ટ્વીટ કરી રહ્યા છે તે બેજવાબદાર વલણથી દેશનુ મસ્તક શરમથી ઝુકી રહ્યુ છે. આ સીવાય પણ અન્ય નેટીઝન ગોડશેને ભારતનો પ્રથમ આંતકવાદી પણ જણાવી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.