#જવાહરલાલ નેહરૂ : બાળ દિવસને ઠરકી દિવસ તરીકે ઉજવનારા લોકો કોણ?

શેર કરવા અહીં ક્લિક કરો.

વિશ્વભરના દેશો બાળ દિવસને અલગ અલગ તારીખે ઉજવતા હોય છે. એમ ભારતમાં પણ બાળ દિવસ તરીકે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મ દિવસે બાળ દિવસ તરીકે મનાવાય છે. કહેવાય છે કે જવાહરલાલ નેહરૂને બાળકો ખુબ પસંદ હતા જેથી તેમના જન્મ દિવસ એટેલે કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે મનાવાય છે. આધુનીક ભારતની રચનાના પાયામાં જવારલાલ નેહરૂની ભુમીકા પાયોનીયર રહી હતી. જેથી તેઓ હમ્મેષા ભારતના દક્ષીણપંથીઓના નીશાના પર રહ્યા છે.

અનેક ત્રુટીઓ હોવા છતા, જવાહરલાલ નેહરૂને સંપુર્ણતામાં જોવામાં આવે તો તેઓ ભારતને (DSS) ડેમોક્રેસી, સોશીયાલીસ્ટ, સેક્યુલર નેશન બનાવવા ઈચ્છતા હતા. વડાપ્રધાન બન્યા બાદ તેેમને એ દિશામાં કામ પણ કરેલુ. તેમને કરેલા પ્રયાસોના કારણે તેઓ હમ્મેષા ભારતના દક્ષિણપંથીઓના નિશાના પર રહ્યા. સોશીયલ મીડીયામાં પણ છેલ્લા કેટલાક  સમયથી એમનુ કેરેક્ટર એસેસીનેશન કરવામા કોઈ કમી નથી રાખવામાં આવી.  ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટ બેટનની પત્ની એડવીના સાથેની તસ્વીરો, તથા તેમની બહેન વિજ્યા લક્ષ્મી પંડીત સાથેની તસ્વીરો વાઈરલ કરી એની ઉપર કેપ્સન લખી નેહરૂને ઐયાસ દર્શાવવાનુ કૃત્ય અનેક વાર ભારતના દક્ષિણપંથીઓ કરી ચુક્યા છે.

દેશના પ્રથમ વડાપ્રધાન ઉપર ખોટી માહિતી ફેલાવવાનુ કામ મોટ્ટા ભાગે અત્યારે ભાજપ સમર્થીત યુઝર્સ જ કરતા હોય છે જે જગજાહેર છે.

આજે જ્યારે ભારત બાળ દિવસ મનાવી રહ્યો છે ત્યારે ટ્વીટર ઉપર ભાજપ સમર્થીત યુઝર્સ દ્વારા એક હેઝટેગ ચલાવવામાં આવી રહ્યો છે. જેમા દેશના પ્રથમ વડાપ્રધાનનુ કેરેક્ટર એસેસીનેશન કરવામાં આવી રહ્યુ છે. બાળ દિવસને તેઓ દ્વારા ઠરકી દિવસ તરીકે ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમાં તેમના દ્વારા  તસ્વીરો, ખોટા ઓપીનીયન,મેમ્સ વાઈરલ કરી રહ્યા છે. અત્યાર સુધી #ठरकी_दिवस નામના હેસટેગ ઉપર 10 હજારથી વધુ ટ્વીટ થઈ ચુક્યા છે. 

બાળ દિવસને ટ્વીટર ઉપર #ठरकी_दिवस તરીકે મનાવવાળા ભારતના પ્રથમ વડાપ્રધાનને ઐયાસ બતાવવા જે ટ્વીટ્સ કરેલા છે એ બધા જ અહિ સમાવવા સંભવ નથી એટલે કેટલાટ  ટ્વીટસ રજુ કરવા માંગુ છુ. જેમાં કેવી રીતે બીજેપી સમર્થીત યુઝર્સ નેહરૂનુ કેરેક્ટર એસેસીશન કરી રહ્યા છે.

  ફેક ઈન્ફર્મેશન તથા બેઝલેસ આર્ગ્યુમેન્ટ ફેલાવી લોકોને ગુમરાહ કરવા બદલ તેઓ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં નથી આવતી એ હજુ સુધી સમજાતુ નથી.

કોઈ અંજાન ચોરસીયા નામના યુઝર્સે ટ્વીટ કરી લખ્યુ હતુ કે મારા તરફથી ઠરકી દિવસની શુભકામનાઓ અને સાથે એક ફોટો પણ અપલોડ કરેલો છે જેમા એક સાઈડ નેહરૂ અને તેમની બહેન વિજ્યાલક્ષ્મી પંડીત hug કરી રહ્યા છે. અને બીજી તરફ કોઈ નેહરૂ જેવા લાગતા વ્યક્તિ મહિલાને KiSS કરવા જઈ રહ્યા છે. આમ નેહરૂ તેમની બહેન વિજ્યાલક્ષ્મીને hug કરી રહ્યા છે એમા આ લોકોને નગ્નતા દેખાઈ રહી છે અને તેને પ્રચારીત પણ કરી રહ્યા છે.

मेरी तरफ से #ठरकी_दिवस की हार्दिक बधाई चमचों को😉😂😂 pic.twitter.com/hhZNXHd9Dm

લીયો સસ્પેન્ડેડ નામનો યુઝર્સ  રાહત ઈન્દોરીનો શેર “લગેગી આગ તો આયેન્ગે કઈ ઘર ઝદ મે” વાળા શેર ઉપરથી લખ્યુ હતુ કે, જબ બાત હોંગી ઠરકપનકી, તો આયેંગે ઔર ભી લોગ જદ મે, એક અકેલા નેહરૂ ઠરકી થોડી હૈ, જય ભીમ એમ કહી #ठरकी_दिवस નામના હેસટેગને સમર્થન કરી રહ્યો હતો.— ؜ ؜ (@Leo_Suspende

આવા અનેક યુઝર્સે મીસ ઈન્ફમેર્શન,મીસ ક્વોટ, મેમ્સ ફેલાવી ભારતના પ્રથમ વડાપ્રધાનનુ કેરેક્ટર એસેશીનેશન કરી રહ્યા છે. સોશીયલ મીડાયામાં બીજેપી સમર્થીત યુઝર્સ  ગાંધી જયંતી નીમીત્તે ટ્વીટર ઉપર #Long Live Godse નામનો હેઝટેગ ટ્રેન્ડ કરાવવાનુ કામ કરતા હોય છે. ગાંધીજીની 151 મીં જયંતી નીમીતે ટ્વીટર પર બીજેપી સમર્થીત યુઝર્સે #नाथूराम_गोडसे_जिंदाबाद , #नाथूराम_गोडसे_देशभक्त_थे , #नाथूराम_गोडसे_अमर_रहें જેવા હેઝટેગ ટ્રેન્ડ કરાવ્યા હતા. જેના સમર્થનમાં લાખો ટ્વીટ થયા હતા. 

જે લોકો, જે પાર્ટી ગાંધી નેહરૂના આદર્શોને પોતાના આદર્શ માનવાનો દાવો કરે છે, એમની વિચારધારાને અનુસરવાની વાતો કરે છે, એમના મુલ્યોનુ જતન કરવાનો દાવો કરવા વાળા “mainly કોન્ગ્રેસ ” આવા મૂદ્દે વૈચારીક અને કાનુની લડાઈ લડવામાં હમ્મેશા અસફળ રહ્યા છે. કોન્ગ્રેસ દ્વારા ક્યારેય નેહરૂ વિષે ફેલાવવામાં આવેલા જુઠનુ ખંડન કરાયુ. નથી. એના ઉપરથી જ જાણી શકાય છે કે કોન્ગ્રેસીઓમાં કેટલી  વૈચારીક પ્રતીબધ્ધતા છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.