ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરના જી.ડી. રોડ પર આવેલા નગરપાલિકા સંચાલિત જી.ડી. કોમ્પ્લેક્ષમાં એક દુર્ઘટના બની કોમ્પ્લેક્ષના ઉપરના માળની ગેલેરીનો એક ભાગ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડ્યો આ ઘટનાને કારણે આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો આ ઘટના સવારના સમયે બની ત્યારે બજારમાં લોકોની અવરજવર ઓછી સદનસીબે, ગેલેરીનો ભાગ તૂટ્યો ત્યારે તેની નીચે કોઈ વ્યક્તિ કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી.

આ અકસ્માતમાં કોઈને ઈજા ન પહોંચતા સ્થાનિકોએ રાહત અનુભવી દુર્ઘટના બાદ કોમ્પ્લેક્ષના ઉપરના ભાગનો અન્ય હિસ્સો પણ જર્જરિત હાલતમાં હોવાનું જણાયું આ ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી માહિતી મળતા જ પાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લટકી રહેલા જોખમી ભાગને સુરક્ષિત રીતે.
![]()
હટાવવાની કામગીરી શરૂ કરી આ ઘટનાને પગલે નગરપાલિકાના જૂના કોમ્પ્લેક્ષોની સુરક્ષા અને જાળવણી અંગે સવાલો ઊભા થયા સ્થાનિક વેપારીઓનું કહેવું કે આવા જર્જરિત બાંધકામોનું સમયસર સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય પાલિકા દ્વારા હાલમાં બાકીના જોખમી ભાગને દૂર કરવામાં આવ્યો.


