ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના કાણોદર ગામના જાહેર માર્ગ ઉપર અવાર નવાર અકસ્માત સર્જાય છે.જેમાં અનેક લોકો મોત ને ભેટ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોનો ખડકલો હોવાથી જાહેર માર્ગ ઉપર અકસ્માત થાય છે
અને અકસ્માતના પગલે નિર્દોષ લોકોના મોત થાય છે ત્યારે સત્વરે બનાસકાંઠા જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આ રખડતા ઢોરોને પાંજરાપોળે મુકવામાં આવે અને આ અકસ્માત બંધ થાય તે માટેના યથાર્થ પ્રયત્ન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે