આજરોજ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાભર શહેરમાં રેલી નીકાળવામાં આવી

August 13, 2022

ગરવી તાકાત સુઇગામ : આજરોજ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા હાલમાં ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાભર શહેર માં રેલી નીકાળવામાં આવી હતી. રેલી ની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ ના કેમ્પસ થી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર મિસ દામીની બેન સોની અને કૉલેજ નાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી જંડી આપી કરી હતી. ત્યાર પછી રેલી ભાભર શહેર ના ગાય સર્કલ થી વાવ સર્કલ ત્યાંથી હેપી મોલ અને ત્યાં થી મુખ્ય બજાર થઇ પરત ગાય સર્કલ આવી રેલી પૂર્ણ કરી હતી. આ આઝાદી ની રેલી માં કૉલેજ નાં પ્રિન્સીપાલ, સ્ટાફ ગણ  અને વિશાળ સંખ્યા માં  વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી  ભારત ની શાન એવી 100 ફૂટ લાંબા ત્રિરંગા સાથે કરવામાં આવી હતી.

સાથે સાથે દેશ માટે પોતાના જીવ ની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાની આહુતિ આપી એવા વીર અને જાબાજ યોધ્ધા ઓના બેનર, નારા અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પિરામિડ કરી રેલી નીકાળવામાં આવી હતી. રેલી માં ભાભર શહેર ની જનતા પણ જોડાઈ હતી અને દેશ માટે પોતાની આહુતિ આપી એવા વીર જવાનો ને યાદ કર્યાં હતાં. રેલીનો મુખ્ય ધ્યેય લોકો માં દેશ ભક્તિ  આવે, દેશ માટે જેમણે પોતાની આહુતિ આપી એવા જવાનો પ્રત્યે ગર્વ થાય અને દેશ માટે  જે ભી વ્યક્તિ સારું કરે છે એમને સાથ સહકાર મળી રહે અને ભારત દેશ નું નામ પૂરા વિશ્વ માં ગાજી ઊઠે એવી લોકોમાં ભાવના જાગે એવા ધ્યેય સાથે ખૂબ જ આનંદ અને  ઉત્સાહથી રેલી પૂર્ણ કરી હતી.

તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0