મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુલેટ ચોર ત્રણેય ઇસમોને ઝડપી પાડી જેલભેગા કર્યા
રાત્રિના અંધકારમાં ત્રણેય કડી તાલુકાના બુડાસણ ગામેથી બુલેટની ચોરી કરી હતી
Sohan Thakor – મહેસાણા તા. 14- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડીમાં પોલીસ પેટ્રોલીંગ કર રહી હતી તે દરમિયાન નંદાસણ રોડ તરફથી બુલેટ પર આવતાં ત્રણ શંકાસ્પદ શખ્સોને પકડી પુછપરછ કરતાં આ બુલેટ ત્રણેય ઇસમોએ ભેગા મળીને બુડાસણ ગામેથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીની ટીમે ત્રણેય ઇસમોને ઝડપી કડી પોલીસના હવાલે કર્યા હતા.

મહેસાણા જિલ્લામાં નાસતા ફરતાં તેમજ વાહનચોરી, પ્રોહિબીશન સહિતની અસમાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબ પીએસઆઇ એમ.ડી.ડાભી તથા હે.કો વિજયસિંહ, કિરણજ, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, અજયસિંહ, સુહાગસિંહ સહિતનો સ્ટાફ કડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વિજયસિંહ તથા લાલાજીને ખાનગી બાતમી મળી હતી કે, ત્રણ શખ્સો રોયલ ઇન્ફ્રીલ્ડ કંપનીનું બુલેટ લઇ કુંડાળથી નંદાસણ તરફ જનાર છે.
જેમની પાસે રહેલું બુલેટ શંકાસ્પદ જણાય છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બુલેટ લઇને ત્રણ શખ્સો નીકળતાંની સાથે જ તેમને એલસીબની ટીમે અટકાવ્યાં હતા અને બુલેટ બાબતે કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આજથી આ બુલેટ આજથી આશરે પંદર દિવસ અગાઉ તા. 30-6-2023ના રોજ રાતના આશરે બે વાગ્યે બુડાસણ બસ સ્ટેન્ડ પાસે આવેલ ઠાકોરવાસમાં મકાન આગળ બુટેલ પડેલ હોઇ જે બુટલે અમો ત્રણેય જણાએ યુ ટયુબમાં હાઉ ટુ સ્ટાર્ટ બાઇક વીધાઉટ કી ચેનલમાં જોઇ બુલેટ ચાલુ કરી બુડાસણ ગામમાંથી બુલેટની ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે વાહનચોરી એક્ટ 379 મુજબનો ગુનો નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણેય શખ્સોને કડ પોલીસને સોપ્યાં હતા.


