ગરવી તાકાત મહેસાણા : મહેસાણા પાલાવાસણા ચાર રસ્તા નજીક આવેલી સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો અઢી લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 6.55 લાખની મત્તાની ચોરી કરી રફુચક્કર થયી ગયા. પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ આદરી
મહેસાણા શહેરના પાલાવાસણા ૪ રસ્તા નજીક જનપથ હોટલ પાછળ આવેલ કુલદેવી કૃપા રેસીડેન્સી નામની સોસાયટીમાં હેમંતકુમાર શાંતિલાલ ઉદિવાલ પોતાની માતા સાથે રહે છે અને મુંબઈ સ્થિત ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકેની ફરજ બજાવે છે ગઈ 10 જૂનના રોજ તેમની માતા અને પાછળથી હેમંતકુમાર પણ જયપુર તેમના સંબંધીને ત્યાં ગયા હતા અત્યારે 18 જુલાઈના રોજ હેમંત કુમારે મોબાઈલથી કનેક્ટેડ પોતાના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા મોબાઇલમાં જોતા બંધ હાલતમાં હતા.
જેને લઇ તેમણે પોતાના ઘરમાં સફાઈનું કામકાજ કરતી ભારતીબેન ને ફોન કરીને મકાન ચેક કરવાનું કહ્યું ત્યારે ભારતીબેનને તેમના મકાન ના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું અને ચોરી થઈ હોવાનું જણાવતા હેમંતકુમાર 22 જુલાઈના રોજ એકલા તાત્કાલિક અસર પોતાના ઘરે આવતા મકાનની અંદર બેડરૂમ માં સામાન વેર વિખેર પડ્યો અને ચોરી થઈ હોવાની ખબર પડી.
તપાસ કરતા ઘરમાં પડેલ અઢી લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 6.55 લાખની મત્તા ની ચોરી થઈ હોવાનું બહાર આવતા તેમણે મહેસાણા તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોની શોધખોળ આદરી


