ચીન-પાકિસ્તાન સામે ભારતના યુદ્ધનો કોઈ સતાવાર રેકોર્ડ નથી

December 26, 2022

1962, 1965 અને 1971માં ભારતે ચીન અને પાકિસ્તાન બંન્ને દેશો સામે યુદ્ધ લડ્યાં હતા  

દેશના ભાવિ નાગરિકોને સેનાની બહાદુરીની ગાથા જાણવા મળશે નહી!  

નવી દિલ્હી: ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક લડેલા અને જીતેલા યુદ્ધો એ ભારત પેઢી માટે પ્રેરણા બની શકે છે અને સમગ્ર દેશ તેના પર ગૌરવ મેળવી શકે છે જો આ જ્ઞાન અને તેનો ઈતિહાસ દેશની નવી પેઢીને આપવામાં આવે તો પણ ભારતમાં મોગલો સહિતના યુદ્ધોનો ઈતિહાસ જેટલો જાણીતો છે. 

તેટલો 1962ના ચીન સાથેના યુદ્ધ જીવતી 1965 અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધ તથા તેના શાનદાર વિજયનો કોઈ રેકોર્ડ નેશનલ આર્ચીવ્સ કે જયાં દેશના નાગરિકોને માટે એક ગર્વ અને બોધપાઠ જેવા રેકોર્ડ હોય છે તે આ આર્ચીવ્સમાં ઉપલબ્ધ જ નથી. સામાન્ય રીતે નેશનલ આર્ચીવ્સ જે દેશનો ઈતિહાસનો સતાવાર રેકોર્ડ છે તેના આધારે નાગરિકો માહિતી મેળવી શકે છે.

જયાં નોન કલાસીફાઈડ જે અત્યંત ગુપ્ત ના હોય તેવી તમામ ફાઈલો સરકારના મંત્રાલયો એક ચોકકસ સમય બાદ ઉપલબ્ધ કરાવે છે પણ આ માટે કેન્દ્ર અને રાજયોના મંત્રાલયોએ આ નેશનલ આર્ચીવ્સ ઓફ ઈન્ડીયાને એક પણ ફાઈલ મોકલી નથી. ફકત યુદ્ધ જ નહી દેશની હરીયાળી ક્રાંતિ જેના પગલે ભારત અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર થયું તેની માહિતી પણ નથી,

દેશનો સ્વતંત્રતા બાદ સંરક્ષણ મંત્રાલયે ફકત 476 ફાઈલો જ આ આર્ચીવ્સને ઉપલબ્ધ બનાવી છે. જેના કારણે અભ્યાસુઓ, લેખકો અને જીજ્ઞાસુઓને કોઈ સતાવાર રેકોર્ડ મળતો જ નથી. અમેરિકાએ 40 વર્ષ બાદ દરેક સરકારી ફાઈલો ડી.કલાસીફાઈડ થઈ જાય છે પણ ભારતમાં તેવી કોઈ વ્યવસ્થા જ નથી. જેના કારણે ભારતના સેન્યએ આઝાદી બાદ જીતેલા યુદ્ધ અંગે ભારત પેઢી અજાણ જ હશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0