નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જારી આંકડા અનુસાર, ભારતમાં 2020માં દરરોજ 80 હત્યાઓ થઈ અને કુલ 29,193 લોકોના કત્લ થયા છે. આ મામલામાં રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશ અવ્વલ સ્થાન પર છે. આંકડા અનુસાર 2019ની તુલનામાં હત્યાના મામલામાં એક ટકાનો વધારો થયો છે. 2019માં દરરોજ 79 હત્યાઓ થઈ અને 28,915 કત્લ થયા હતા.
અપહરણના મામલામાં 2019ની તુલનામાં 2020માં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રી ગૃહ મંત્રાલય હેઠળ આવનાર એનસીઆરબીના આંકડા જણાવે છે કે 2020માં અપહરણના 84,,805 કેસ નોંધાયા, જ્યારે 2019માં 1,05,036 કેસ નોંધાયા હતા. આંકડા અનુસાર 2020માં ઉત્તર પ્રદેશમાં હત્યાના 3779 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બિહારમાં હત્યાના 3150, મહારાષ્ચ્રમાં 2163, મધ્ય પ્રદેશમાં 2101 અને પશ્ચિમ બંગાળમાં 1948 કેસ નોંધાયા હતા.
ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી – મમતાનો સમાવેશ
દિલ્હીમાં 2020માં હત્યાના 472 કેસ નોંધાયા હતા. પાછલા વર્ષે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશભરમાં કોવિડ-19ને કારણે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. એનસીઆરબીના આંકડા અનુસાર પાછલા વર્ષે જે લોકોની હત્યા થઈ તેમાં 38.5 ટકા 30-45 વર્ષ ઉંમર સમૂહના હતા જ્યારે 35.9 ટકા 18-30 વર્ષ ઉંમર વર્ગના હતા. આંકડા જણાવે છે કે હત્યા કરવામાં આવેલા લોકોમાં 16.4 ટકા 45.60 વર્ષની ઉંમર વર્ગના હતા તથા ચાર ટકા 60 વર્ષથી વધુ ઉંમરના જ્યારે બાકીના સગીર હતા.
રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) એ જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 2020માં બળાત્કારના દરરોજ એવરેજ આશરે 77 કેસ નોંધાયા હતા. પાછલા વર્ષે દુષ્કર્મના કુલ 28046 કેસ નોંધાયા હતા. દેશમાં આ સમયે સૌથી વધુ કેસ રાજસ્થાન અને બીજા સ્થાને ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. એનસીઆરબીએ કહ્યું કે ગયા વર્ષે દેશભરમાં મહિલાઓ સામે ગુનાના કુલ 3,71,503 કેસ નોંધાયા હતા જે 2019 માં 4,05,326 અને 2018 માં 3,78,236 હતા. એનસીઆરબીના આંકડા મુજબ, 2020 માં મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસોમાંથી 28,046 બળાત્કાર થયા હતા, જેમાં 28,153 પીડિત છે. ગયા વર્ષે કોવિડ -19 ને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
આંકડા જણાવે છે કે 2020માં અપહરણના સૌથી વધુ 12,913 કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં અપહરણના 9309, મહારાષ્ટ્રમાં 8103, બિહારમાં 7889 મધ્ય પ્રદેશમાં 7320 કેસ નોંધાયા હતા. આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં અપહરણના 4062 કેસ નોંધાયા હતા. એનસીઆરબીએ કહ્યું કે, દેશમાં અપહરણના 84,805 કેસમાં 88,590 પીડિત હતા. તેમણે જણાવ્યું કે, તેમાં મોટાભાગના એટલે કે 56,591 પીડિત બાળકો હતા.