ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી – મમતાનો સમાવેશ

શેર કરવા અહીં ક્લિક કરો.

અમેરીકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝીનને વર્ષ 2021 માં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઈંસ્ટિટ્યુટના CEO અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું છે. ટાઈમની આ લિસ્ટ 6 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં પાયનિયર, આર્ટિસ્ટ, લીડર, આઈકોન, ટાઈટન અને ઈન્નોવેટરને શામિલ કરવામાં આવ્યા છે. દરેક શ્રેણીમાં વિશ્વભરના લોકોને શામિલ કરવામાં આવ્યા છે.

ટાઇમ મેગેઝિની આ યાદી વિશ્વભરમાં ઘણી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ યાદીમાં દરેક એન્ટ્રી એડિટર્સ દ્વારા ખૂબ જ રિસર્ચ પછી લેવામાં આવે છે. ટાઇમની પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં તાલિબાનના સહસંસ્થાપક અબ્દુલ ગની બરાદર પણ સામેલ છે. ઉપરાંત યાદીમાં જાે બાઇડન, કમલા હેરિસ, શી જિનપિંગ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો – અફઘાનીસ્તાની સરણાર્થીઓને આશ્રય આપવા અમેરીકાએ બતાવી પ્રતીબધ્ધતા

ગયા વર્ષે પણ ટાઇમ મેગેઝીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન આપ્યું હતું. ગયા વર્ષે આ યાદીમાં બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર સંશોધન કરનારા રવિન્દર ગુપ્તા અને શાહીનબાગના ધરણામાં હાજર બિલ્કિસનું નામ પણ હતું.

2020 માં ટાઈમ મેગેઝિનના એક આર્ટીકલમાં પીએમ મોદીની પ્રસંશા કરી હતી. મેગેઝીને મોદી હેઝ યુનાઈટેડ ઈન્ડિયા લાઈક નો પ્રાઈમ મિનિસ્ટર ઈન ડેકેડ્‌સ એટલે કે મોદીએ એ રીતે ભારતને એકત્રિત કર્યું છે કે આટલા દશકોમાં કોઈપણ પીએમે નથી કર્યું. આ હેડીંગ સાથે મોટો આર્ટીકલ છાપ્યોહતો. આ આર્ટીકલને મનોજ લડવાએ લખ્યો હતો. જેમણે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.