— પોલીસે મધ્યપ્રદેશના 2 આરોપીઓની ધરપકડ કરી ૨૨ લાખની રોકડ જપ્ત કરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમા કારના ખાનગી શો રૂમમાં ૨૫ દિવસ અગાઉ ૬૫ લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મધ્યપ્રદેશના બે આરોપીઓની ધરપકડ કરી ૨૨ લાખની રોકડ જપ્ત કરી હતી. જ્યારે સોના ચાંદીના દાગીના પણ પોલીસે જપ્ત કર્યા હતા.
આગામી ૩ જૂનની રાત્રે પાલનપુર હાઇવે પર આવેલા કારના શો રૂમમાં ૬૫ લાખની ચોરી થઈ હતી
. જે ચોરી ને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.લાખો ની ચોરી કરનાર આ ચોરોને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ ૩ પોલીસની ટીમો બનાવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સરવેલન્સને લઈ પોલીસ ચોરી નાં મૂળ સુધી પહોંચી હતી અને પોલીસે મધ્યપ્રદેશથી ૨ આરોપીઓ ની ધરપકડ કરી હતી. જોકે ગુનામાં સંડોવાયેલા ૨ આરોપી હજુ ફરાર છે.
. જે ચોરી ને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.લાખો ની ચોરી કરનાર આ ચોરોને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ ૩ પોલીસની ટીમો બનાવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સરવેલન્સને લઈ પોલીસ ચોરી નાં મૂળ સુધી પહોંચી હતી અને પોલીસે મધ્યપ્રદેશથી ૨ આરોપીઓ ની ધરપકડ કરી હતી. જોકે ગુનામાં સંડોવાયેલા ૨ આરોપી હજુ ફરાર છે.આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એ પ્રમાણે હતી કે આરોપીઓ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ડ્રાઇવર અને કંડકટર તરીકે કામ કરી અલગ અલગ રાજ્યોમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કરી આસપાસના શહેરોમાં શો રૂમો ને મોબાઇલ મેપમાં સર્ચ કરી ચોરીને ટાર્ગેટ કરતા ત્રણ જૂને આ ચાર આરોપીઓએ પાલનપુરમાં ટ્રાન્સપોર્ટ નો માલ ખાલી કર્યો હતો
અને મોબાઈલમાં શો રૂમ સર્ચ કરી પાલનપુર હાઇવે પર આવેલ કારના શો રૂમમાં પાછળની દીવાલ કૂદી સાથે લાવેલ સાધનોથી શો રૂમ નું તાળું કાપી અને તિજોરીમાં પડેલા ૬૫ લાખ રોકડની ચોરી કરી ફરાર થયા હતા .ત્યારે પોલીસ ની અલગ અલગ ત્રણ ટીમો એ તપાસ હાથ ધરી હતી.
જેમાં આરોપી મધ્ય પ્રદેશનાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે મધ્ય પ્રદેશ જઇ આરોપીઓ ને ઝડપી પાડયા હતા. તેમજ તેમની પાસેથી પોલીસે ૨૨ લાખ રોકડા જપ્ત કર્યા હતા. જ્યારે બાકી રકમના આરોપીઓ એ સોના ચાંદીના દાગીના બનાવી લીધા હતા.ત્યારે પોલીસે સોના ચાંદીના દાગીના પણ આરોપીઓ પાસે થી કબ્જે કર્યા હતા. આ આરોપીઓ અગાઉ પણ ૩ ચોરી ના ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું હતું. અત્યારે તો પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી બાકી ૨ ફરાર આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


