ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો મોકળો બન્યોં , હવે સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે

June 8, 2023

અમેરિકા-કેનેડા જવાનો ગાંડો ક્રેઝ ફાટી નીકળ્યો છે. ગમે તે પ્રકારે અમેરિકા અને કેનેડા જવુ જ છે. 21 ની ઉંમર વટાવી લો, એટલે દરેક યુવાને કેનેડા જવાની ચળ ઉપડે છે. પરંતુ કેનેડા જવાના ખ્વાબ માટે લાખો ખર્ચી નાંખનારા યુવા એ નથી જાણતા કે કેનેડા જવાનુ સપનુ કેટલુ બદતર છે.

કારણ કે, દર વર્ષે હજારોની સંખ્યામાં ઈન્ડિયન યુવા કેનેડામાં ઠલવાઈ રહ્યા છે. કેનેડા જવા માટે IELTS ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. IELTS માં સારો સ્કોર આવે તો જ કેનેડા જવાના રસ્તા ખૂલે છે. પરંતુ દરેક વ્યક્તિ IELTS ની પરીક્ષા પાસ કરી શક્તુ નથી. કેટલાક લોકો એવા છે જે IELTS ક્લિયર કરી શક્તા નથી. પરંતુ જો IELTS ને કારણે તમારું કેનેડા ડ્રીમ અટક્યુ હોય તો તમારી પાસે એક બીજો રસ્તો પણ છે. IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે. કેનેડાની સરકારે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે PTE માન્ય ગણશે તેવી જાહેરાત કરી છે.

10 ઓગસ્ટથી કેનેડા સરકાર સ્ટુડન્ટ્સ માટે પીટીઈનો સ્વીકાર કરશે. કેનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝઆ માટે પિઅરસન ટેસ્ટ ઓફ ઈગ્લિંશ (પીટીઈ એકેડેમિક) ને પણ માન્યતા આપી દીધી છે. કેનેડાના ઈમિમગ્રેશ, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ વિભાગે સ્ટુડન્ટ ડાયરેક્ટર સ્ટ્રીમ હેઠળ ભારત સહિતના વિવિધ દેશોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે પીટીઈને માન્યતા આપી છે.

કઈ યુનિવર્સિટી IELTS વગર પ્રવેશ આપે છે 
આ યુનિવર્સિટીઓની યાદીમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, યુનિવર્સિટી ઓફ કેનેડા વેસ્ટ, યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, થોમ્પસન રિવર્સ યુનિવર્સિટી, રોસેન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન, બ્રોક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વિનીપેગ, મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ અને કોનકોર્ડિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

કેવી રીતે IELTS વગર કેનેડા જવું
જો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ કેનેડા રહે છે, તો તમને સરળતાથી કેનેડામાં એન્ટ્રી મળી જાય છે. આ ઉપરાંત જો તમારી પાસે વર્ક વીઝા છે, તો તમે IELTS આપ્યા વગર કેનેડામાં કામ કરી શકો છો અથવા અભ્યાસક રી શકો છો. તેના બાદ કાયમી સ્ટે માટે તમારે કેનેડામાં અરજી કરવાની હોય છે. જેના માટે એક પ્રોસેસ ફોલો કરવાની હોય છે. આ માટે અંગ્રેજીમાં પરીક્ષા આપવાની હોય છે. જે પાસ કરીને તમને કેનેડામાં કાયમી સ્ટે મળી જાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0