ગરવી તાકાત મહેસાણા : વડનગર તાલુકાના સિપોર ગામમાં થયેલા હુમલા કેસમાં વિસનગર કોર્ટે બે આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા ફટકારી આ કેસમાં અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. ઘટના મુજબ, ડાભી કીર્તિસિંહ અને તેમની દીકરી સિપોર ગામના બસ સ્ટેન્ડ પર ઊભા તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખીને.

ડાભી અમરસિંહ ઉર્ફે પોપટજી સોમાજી, ડાભી રમેશજી વરવાજી, ડાભી પ્રવિણજી સોમાજી અને ડાભી વિજયસિંહ સોમાજીએ તેમના પર હુમલો કર્યો.bઆ હુમલામાં કીર્તિસિંહને ઈજા થઈ આ બનાવ અંગે કીર્તિસિંહે વડનગર પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ કેસ વિસનગરની કોર્ટમાં ચાલી ગયો.

સરકારી વકીલ આર.બી. દરજીએ 23 સાહેદોની તપાસ કરી અને 26 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.ધારદાર દલીલોના અંતે, એડિશનલ સેશન્સ જજ પી.જે. ચૌધરીએ આરોપીઓ ડાભી પ્રવિણસિંહ સોમાજી અને ડાભી વિજયસિંહ સોમાજીને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને બે વર્ષની સખત કેદ અને રૂપિયા 5,100/-ના દંડનો હુકમ કર્યો.


