મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યોં

May 9, 2024

ગરવી તાકાત, મહેસાણા તા. 09 –  અમદાવાદ મધ્યસ્થ જેલમાં પેરોલ ફર્લો પર છૂટેલો આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો જે આરોપીને મહેસાણા ટીબી રોડ ધારા સ્કૂલની પાસેથી ઝડપી પાડી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને અમદાવાદ મધ્યસ્થ જેલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાહિત પ્રવૃતિઓમાંસંડોવાયેલા તેમજ પેરોલ ફર્લોસ્કોર્ડ પર છૂટેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં મહસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ કામગીરીમાં હતા તે દરમિયાન નરેન્દ્રસિંહ તથા રશ્મેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી ક

અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી પેરોલ ફર્લો પર છૂટી ઠાકોર મંગાજી હીરાજી રહે. ધનપુરા ચરા આંબલીયાસણા મહેસાણાવાળો ગત તા. 4-7-23ના રોજ પેરોલ પર જામીન પર છૂટી 19-7-23ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોઇ પરંતુ હાજર ન થઇ ફરાર છે જે મહેસાણા ટીબી રોડ જીવનધારા સ્કૂલની પાસે હાજર છે. જે બાતમીના આધારે મહેસણા એલસીબીની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0