સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીને પરત પાંજરે પૂરતી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ

June 17, 2023

9 દિવસના પેરોલ પર રજા પર આવેલો આરોપી પરત જેલમાં હાજર થયો ન હતો 

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીને ઝડપી પાડવામાં સફળતાં મળી  

Sohan Thakor – મહેસાણા તા. 17- મહેસાણા સાબરમતી જેલમાંથી 9 દિવસના પેરોલ પર આવેલો હત્યાનો આરોપી નવ દિવસ બાદ પણ હાજર ન થઇ નાસતો ફરતો હતો જેને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ફરાર આરોપીને પકડી પાડી પરત સાબરમતી જેલમાં મોકલી દીધો હતો.

મહેસાણા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, હેકો રશમેન્દ્રસિંહ, મુકેશકુમાર, જોરાજી, જીગ્નેશભાઇ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.

આ દરમિયાન કિરીટકુમાર, રશ્મેન્દ્રસિંહ તથા જોરાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી તથા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સિન્ધી ઇમરાન બચુભાઇ રહે. મોટી દાઉ , સિન્ધીવાસવાળો ગત તા. 03-05-2023ના રોજ 9 દિવસની રજા ઉપર આવેલ હતો જેને તા. 11-05-2023ના રોજ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી હાજર ન થઇ પોલીસ પકડથી નાસતો ફરતો હતો જેને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી પરત સાબરમતી જેલમાં મોકલી આપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0