આજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદીએ કલેક્ટરો તથા પ્રાન્ત અધિકારીઓ સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને પેન્ડીગ કેસનો તુરંત નીકાલ કરવા આદેશ આપ્યો હતો. જેમાં તેમને પડતર કેસોની નીકાલ મામલે મંગળ અને ગુરૂવાર નક્કી કરવા જણાવ્યુ હતુ. આ સીવાય તેમને ગતરોજ મહેસુલ વિભાગમાં વધતા જતાં ભ્રષ્ટાચારને ડામવા પણ લાલ આંખ કરતા જણાવ્યુ હતુ કે, મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. એવા ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓ સામે તુરંત પગલાં ભરવામાં આવશે.
ગાંધીનગર ખાતે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટે સૂચનાઓ અપાઈ હતી. સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાની વાત પણ ચર્ચાઈ હતી. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે.
આ વિડીયો કોન્ફરન્સ બાદ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને પડતર અરજી મામલે ગોંડલ તાલુકાના એક નાગરીક ઘેલાભાઈ નુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, જેમને બાપ દાદાની વખતની મીલ્કત 14 એકરને 4 એકર દર્શાવાઈ છે. જેને 7/12 માં 14 એકર કરાવવા છેલ્લા 24 વર્ષથી અપીલ કરી રહ્યો છે. રાજેન્દ્ર ત્રીવેદીએ આવા કેસોને અગ્રીમ રીતે નીકાલ કરવાનુ જણાવ્યુ હતુ.
તમને જણાવી દઈયે કે, રાજ્યમાં રીસર્વેની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતાં જીલ્લા કચેરીઓમાં ખેડુતોની હાજરોની સંખ્યામાં અરજીઓ પડતર પડી છે. જેનો કોઈ નીકાલ નથી આવ્યો. આ પડતર અરજીઓને કારણે લાખો ખેડુતે હેરાન-પરેશાન થઈ ગયા છે. નવા રી-સર્વેમાં 7/12માં નામફેર,કબ્જાફેર,ક્ષેત્રફળ ફેરફાર જેવી અનેક ગેરરીતો થઈ હોવાથી ખેડુતોને લોન, તથા વારસાઈ અને વેચાણ કરવામાં અડચણ સાબીત થઈ રહ્યુ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજેન્દ્ર ત્રીવેદીએ એક અપવાદ કેસને આગળ કરી ક્યાંક ને ક્યાંક રીસર્વેમાં થયેલા ગોટાળાને લીધે જે હજારો-લાખોની સંખ્યામાં અરજીઓ પડતર પડી છે તેના તરફથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હોય તેવુ માલુમ થઈ રહ્યુ હતુ.