ગરવી તાકાત મહેસાણા : વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે વડનગર તાલુકાની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી અને પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો આ ઘટના 18 નવેમ્બર, 2024ના રોજ બની.
ખેરાલુ તાલુકાના દેદાસણ ગામના નિર્મલસિંહ ભારતસિંહ પરમાર નામના આરોપીએ વડનગરના એક ગામની 15 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું તે સગીરાને હિંમતનગરની એક હોસ્ટેલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ આ ઘટના અંગે વડનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો આ કેસ વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો.
સરકારી વકીલ આર. બી. દરજીની દલીલોને ધ્યાનમાં રાખીને, પોક્સો જજ એન. એસ. સિદ્દીકીએ આરોપી નિર્મલસિંહ ભારતસિંહ પરમારને દોષિત જાહેર કર્યો. કોર્ટે તેને પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા અને અન્ય કલમો હેઠળ 29,000 રૂપિયાનો દંડ ફટકાર્યો આ ઉપરાંત, કોર્ટે ભોગ બનેલી સગીરાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો.