ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના શોભાસણ બ્રિજ નજીકથી છ માસ અગાઉ પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીએ ટેમ્પરરી જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી જેની સુનાવણીના અંતે આરોપીની સંડોવણી જોતા ભાગી જાય તેવી શક્યતા નકારી શકાય નહીં સહીતની દલીલોના આધારે અદાલતે તેની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો ગીંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફ મહેસાણા વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરીમાં હતા તે દરમિયાન હકિકત મળેલી કે,
![]()
કુરેશી જાવેદ અહમદખાન રહે, મહોબતફળી,મહેસાણાવાળા નામનો શખ્સ માદક પદાર્થનો શંકાસ્પદ જથ્થો લઈને. હાલમાં શહેરના શોભાસણ બ્રિજ સામે આવેલ આશિષ પાન પાર્લરની સામે ઉભો અને અસ્લમ ઈસ્માઈલ સૈયદ રહે, ઈન્દીરાનગર, નંદાસણવાળાને આપવા માટે આવનાર જેના આધારે એસએમસીની ટીમે આ જગ્યાએ પહોંચીને જાવેદ સહીત બીજા બે આરોપીઓને દબોચી લીધા જયારે તેમની પાસેથી 98.2 ગ્રામનો પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સહીત કુલ રૂપિયા 10,49,880ની મત્તા કબજે કરી.
![]()
તેમજ આરોપીઓ સામે એનડીપીએસના કાયદા હેઠળ ગુનો દાખલ કરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દરમિયાન જેલમાં બંધ આરોપી જાવેદે પોતાની પત્નીની ડિલીવરીમાં હાજર રહેવા માટે કોર્ટમાં 15 દિવસના ટેમ્પરરી જામીન મેળવવા અરજી કરી જેની સુનાવણી એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ એમ.એફ.ખત્રી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ પરેશકુમાર દવેએ આરોપી રંગેહાથે પકડાયો હોવાની તેમજ પત્નીની દેખરેખ માટે બીજા સબંધીઓ હોવા સહીતની કરેલી દલીલોના આધારે કોર્ટે જામીન અરજી ફગાવી.


