બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા SIR કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ

November 21, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં 21 નવેમ્બરે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું કે, 21 નવેમ્બર, 2025ના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં SIR બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવી.

આ દિવસે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સરપંચ, તલાટી, મધ્યાહ્ન ભોજન સસ્તા અનાજની દુકાનના સંચાલકો, આંગણવાડી કાર્યકર અને ગ્રામ પંચાયત VCE સહિતના લોકો ઉપસ્થિત. તેઓ હજુ સુધી ફોર્મ ન ભરાયા હોય તેવા લોકોના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે. શહેરી વિસ્તારોમાં પણ આ મેગા કેમ્પ અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું જેથી પાલનપુર અને ડીસા સહિતના શહેરી વિસ્તારોમાં પણ ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત, 22 અને 23 નવેમ્બરના રોજ બે દિવસ સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી.

બી.એલ.ઓ. પોતાના મતદાન મથક ઉપર હાજર રહીને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે. જિલ્લાના નાગરિકોને વહેલી તકે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવવા અપીલ કરવામાં આવી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય તે સુનિશ્ચિત કરવાનો આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નિનામા સહિત વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0