બાવલું માં આવેલ મહરાજપુરા ગામ ખાતે ખોદકામ કરવાની બાબતે સરપંચ ને ધોર માર માર્યો

June 10, 2022

— ગામ માં સુજલામ યોજનાનું  ખોદકામ કરતા હોય ગામ ના સરપંચ ને 6 ઈસમો ભેગા મળી ને માર માર્યો :

ગરવી તાકાત મહેસાણા : બાવલું માં આવેલ મહરાજપુરા ગામ ખાતે રહેતા હસમુખભાઈ અમરતભાઈ પટેલ જે ગામની અંદર ગોગા મહારાજ મંદીર પાસે ઠાકોરવાસ નજીક સુજલામ સૂફલમ યોજના અંતર્ગત સરકારી માટી કામ ચાલુ હોય જેથી ત્યાં હાજર હતા તે પણ તે વખતે પટેલ રતિલાભાઈ ભગવાનભાઈ આવેલ અને મને કહેવા લાગેલ કે આ સરકારી જમીન ઉપર ખોટું કામ કરી રહ્યા છો
તે દરમિયાન પૂર્વ તૈયારી મુજબ ભાઈલાલભાઈ લાલજીભાઈ પટેલ તથા સચીનભાઈ પ્રવીણભાઈ પટેલ તથા રસિકભાઈ લાલજીભાઈ પટેલ રમેશભાઈ વનમાળીભાઈ પટેલ તથા પંકજભાઇ રામજીભાઈ પટેલ આ  ઈસમોએ આવેલ અને કહેતા હતા
કે તમે આ માટી નું કામ ખોટું કરી રહ્યા છો  તેમ કહી ને તે  લોકો ગાળો બોલવા  લાગેલ અને અમે ગાળો બોલવાની ના પાડતાં તે ભાઈલાલભાઈ લાલજીભાઈ ના હાથમાં લાકડી થી બરડા માં મારવા માં આવેલ અને સચિનને પણ તેના હાથમાં લાકડી લઈને આવેલ અને તેને પણ શરીર ના ભાગે માર મારવામાં આવ્યો હતો
ત્યારે એકા એક પોતાના બચાવ માટે બુમાં બૂમ કરતા ગામના પોપટભાઈ ચમનભાઈ પટેલ વચ્ચે પડતાં તેમને પણ આ લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને લોકો ત્યાંથી જતાં જતાં કહેતા હતા કે સરપંચ પદ માંથી રાજીનામું આપી દેજો નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા ગયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.
આ ઈસમો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી જેમતેમ ગાળો બોલી અને શરીરના ભાગે માર મારવામાં આવ્યો હતો જેના પગલે સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સના મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે બાવલું પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0